<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th December 2025

ચરાડવાથી દ્વારકા પદયાત્રાઃ પૂ. અમરગીરીબાપુનુ દેવરીયામાં સ્‍વાગત-સન્‍માન

મહિલાઓ, યુવાનો દ્વારા પદયાત્રામાં રાસની રમઝટઃ દેવભૂમિ દ્વારકા જીલ્લા પોલીસવડા જયરાજસિંહ વાળાના માર્ગદર્શનમાં ચુસ્‍ત પોલીસ બંદોબસ્‍ત

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ૧૩ :.. હળવદના ચરાડવાના શ્રી મહાકાળી આશ્રમેથી બ્રહ્મલીન પૂ. દયાનંદગીરીજી મહારાજની ઇચ્‍છા અનુસાર ચરવડા થી દ્વારકાધીશ મંદિર  સુધીની પદયાત્રા યોજાઇ છે.

પરમ પૂજય બ્રહ્મલીન દયાનંદગીરી બાપુના શિષ્‍ય અમરગીરીબાપુના માર્ગદર્શન અને આગેવાની હેઠળ યોજવામાં આવેલ આ પદયાત્રા ગઇકાલે ખંભાળીયાથી આશરે ૧૭, કિ.મી. દુર દેવરીયા ગામ નજીક પહોંચી હતી.

ત્‍યારે અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સહિતના મહાનુભાવો ઉપસ્‍થિત રહ્યા હતાં. અને ઉષ્‍માભેર સ્‍વાગત કર્યુ હતું. દેવરીયા, વાડીનાર, મીઠોઇ ગામ સહિત આજુબાજુના ગામના આગેવાનો તથા ગ્રામજનો હાજર રહી સ્‍વાગત કર્યુ હતું બાદમાં આજે વહેલી સવારે પ વાગ્‍યે દ્વારકા તરફ આ પદયાત્રા આગળ વધી હતી.

આ યાત્રા ખંભાળીયા મુકામે ૮ વાગ્‍યે  પહોંચતા અકિલાના  પ્રતિનિધિ  કૌશલ સવજાણી દ્વારા બ્રમલીન દયાનગીરીબાપુને પુષ્‍પાંજલી આપી. ઉપરાંત અમરગીરીબાપુને ફુલહાર પહેરાવી ઉષ્‍માભેર સ્‍વાગત કર્યુ હતું આ ઉપરાંત પદયાત્રામાં કૌશલ સવજાણી, બિપીન ભટ્ટ, સહિતના લોકો જોડાયા હતાં. આ પદયાત્રામાં વહેલી સવારથી મહિલાઓ તથા યુવાનો દ્વારા રાસની રમઝટ બોલાવાતા બોલવાતા યાત્રા આગળ વધારી હતી.

ખંભાળીયા - દ્વારકા હાઇવે પર જુદી જુદી જગ્‍યાએ આ યાત્રાનું ઉષ્‍માભેર સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું.

આ યાત્રામાં જીલ્લા પોલીસ વડા શ્રી જયરાજસિંહ વાળાના માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી શ્રી માનસેતા ના સુપરવિઝન હેઠળ દેવરીયા પોલીસ ચોકીનો સ્‍ટાફ ટ્રાફિક પોલીસ, તથા ૧૧ર ની ટીમ દ્વારા બંદોબસ્‍ત કરવામાં આવ્‍યો હતો.

(12:55 PM IST)