હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સ્થાનિક બજારમાં ચાંદીએ ર લાખની મેજીક સપાટી સ્પર્શ કરીઃ સોનુ પણ ટોચે
આજે ૭૦૦૦ ના ઉછાળા સાથે ચાંદીના ભાવ ર,૦૦,૦૦૦ રૂા. થયા બાદ ઘટીને ૧,૯૯,પ૦૦ રૂા. થયાઃ સોનુ ૨૨૦૦ રૂા.ના ભાવ વધારા સાથે ૧,૩પ,૭૦૦ ની નવી ટોચે

રાજકોટ, તા.,૧૨ : બુલીયન માર્કેટમાં ચાંદીમાં તેજીના તરખાટના પગલે ચાંદીના ભાવે ર લાખ રૂપીયાની મેજીક સપાટી સ્પર્શ કરી છે. ચાંદીની સાથે સોનાના ભાવે પણ નવી ઐતિહાસિક સપાટી સર કરી છે.
બુલીયન માર્કેટમાં સેન્ટમાં તેજીને પગલે સ્થાનીક બજારમાં ચાંદીના ભાવમાં આજે સવારે રોકેટ ગતિએ ૭૦૦૦ રૂપીયાનો ઉછાળો થયો હતો. ગઇકાલે ચાંદી ૧ કિલોના ભાવ ૧,૯૩,૦૦૦ રૂપીયા હતા તે વધીને આજે સવારે ર,૦૦,૦૦૦ રૂપીયાની નવી ઐતિહાસિક સપાટી બનાવી હતી. જો કે ત્યાર બાદ ચાંદીમાં પ૦૦ રૂા.નો ઘટાડો થતા ચાંદી ૧ કિલોના ભાવ ઘટીને ૧,૯૯,પ૦૦ રૂા. થઇ ગયા છે. ચાંદીમાં ગઇકાલે ૨૦૦૦ રૂપીયાનો ઉછાળો થયા બાદ આજે વધુ ૭૦૦૦ રૂપીયાનો ઉછાળો થયો છે. છેલ્લા પાંચ દિવસમાં ચાંદીમાં ૧૭,૦૦૦ રૂપીયાનો તોતીંગ ભાવવધારો થયો છે.
ચાંદીની સાથે સોનામાં પણ તેજીનો ચળકાટ યથાવત રહયો છે. સોનામાં આજે વધુ ૨૨૦૦ રૂપીયાનો ઉછાળો થયો હતો. બુલીયન માર્કેટમાં ડોલરમાં તેજીને પગલે સ્થાનીક બજારમાં સોનામાં ૨૨૦૦ રૂપીયાનો ભાવવધારો થતા સોનુ સ્ટાન્ડર્ડ (૧૦ ગ્રામ)નો ભાવ ૧,૩૩,પ૦૦ રૂપીયા હતા તે વધીને આજે ૧,૩પ,૭૦૦ રૂા.ની નવી ઐતિહાસિક સપાટી સર કરી છે. સોનાના બિસ્કીટમાં ૨૨,૦૦૦ રૂપીયાનો ભાવવધારો થયો છે. સોનાના બિસ્કીટ (૧૦૦ ગ્રામ)નો ભાવ ૧૩,૩પ,૦૦૦ રૂા. હતા તે વધીને ૧૩,પ૭,૦૦૦ ની સપાટીએ ભાવ પહોંચ્યા છે.
યુએસમાં વ્યાજદર ઘટાડાતા અને ડોલર સામે રૂપીયો નબળો પડતા સોના-ચાંદીના ભાવમાં તીવ્ર ઉછાળો થયાનું ઝવેરી બજારના સુત્રોએ જણાવ્યું હતું. (૪.૧૪)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
