હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચાર ઉડતી નજરે 3:36 PM

અમદાવાદ: નિવૃત્ત થયેલા સરકારી કર્મચારીઓ અને પેન્શનધારકો માટે એક મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. કેન્દ્ર સરકારે પેન્શન મેળવતા લાખો લાભાર્થીઓને મોટી રાહત આપી છે. પેન્શનર્સને તેમનું જીવન પ્રમાણપત્ર (લાઈફ સર્ટિફિકેટ) જમા કરાવવાની સમયમર્યાદામાં વધારો કરી આપવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ, પેન્શનર્સ સામાન્ય રીતે દર વર્ષે નવેમ્બર મહિનામાં તેમનું જીવન પ્રમાણપત્ર સંબંધિત પેન્શન વિતરણ સત્તામંડળ (પીડીએ) સમક્ષ રજૂ કરે છે. આ પ્રમાણપત્ર પેન્શનર જીવિત હોવાનો પુરાવો આપે છે, જે પેન્શનનો પ્રવાહ અવિરત ચાલુ રાખવા માટે જરૂરી છે.
સરકાર દ્વારા જાહેર કરાયેલા નવા આદેશ અનુસાર, પેન્શનરો હવે ૩૧ જાન્યુઆરી, ૨૦૨૬ સુધી તેમનું જીવન પ્રમાણપત્ર જમા કરાવી શકશે. આ સમયગાળો લંબાવવાનો નિર્ણય ખાસ કરીને વૃદ્ધ પેન્શનરો - સિનિયર સિટીઝન પેન્શનરોની - સુવિધા અને તેમની સુરક્ષાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.
આ વધારાનો સમયગાળો પેન્શનરોને ભીડભાડ ટાળીને, પોસ્ટ ઓફિસ, બેંક અથવા ડિજિટલ માધ્યમો દ્વારા સરળતાથી તેમનું પ્રમાણપત્ર જમા કરાવવામાં મદદરૂપ થશે
પેન્શનધારકો નોંધ લે: પેન્શનનો પ્રવાહ જળવાઈ રહે તે માટે નિર્ધારિત સમયમર્યાદા, એટલે કે ૩૧ જાન્યુઆરી, ૨૦૨૬ પહેલાં, દરેક પેન્શનરે પોતાનું જીવન પ્રમાણપત્ર અચૂક રજૂ કરવું અનિવાર્ય છે
હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચાર ઉડતી નજરે 3:36 PM