<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th December 2025

દુબઈથી યુરોપ જવા નીકળેલ ગુજરાતી પરિવાર લીબિયામાં બંધક : છોડાવવા માટે 2 કરોડ રૂપિયાની ખંડણી મંગાઈ

પરિવારજનોને અપહરણ કરનારાઓ દ્વારા વોટ્સએપ પર મેસેજ કરાયો છે કે, '2 કરોડ કા બંદોબસ્ત કરો, આપકી ફેમિલી હમારે પાસ હે.': સાંસદ મયંક પટેલે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી

દુબઈથી યુરોપ જવા નીકળેલો ગુજરાતી પરિવાર લીબિયામાં ફસાયો છે. મહેસાણાના બાદલપુરા ગામના પતિ-પત્ની અને 3 વર્ષની પુત્રી પોર્ટુગલ જવા માટે નિકળ્યા હતા. પરંતુ એજન્ટોએ પરિવારને છેતરીને યુરોપના બદલે લીબિયા મોકલી દીધો છે. હાલ આ લીબિયામાં ફસાયેલા પરિવારને જાનથી મારી નાખવાની ધમકી મળી રહી છે. પરિવારને છોડાવવા માટે 2 કરોડ રૂપિયાની ખંડણી માંગવામાં આવી છે. પરિવારજનોને અપહરણ કરનારાઓ દ્વારા વોટ્સએપ પર મેસેજ કરાયો છે કે, '2 કરોડ કા બંદોબસ્ત કરો, આપકી ફેમિલી હમારે પાસ હે.'

ત્યારે હવે ડરેલા પરિવારજનોએ તાત્કાલિક કલેક્ટર કચેરીએ આ અંગે લેખિતમાં રજૂઆત કરી છે. દંપતિ અને બાળકી હેમખેમ પરત ફરે તેવી પરિવાની માંગ છે. જોકે, સાંસદ મયંક પટેલે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી. આ વચ્ચે હવે પરિવારજનોએ મોટો દાવો કરતા કહ્યું કે, અપહરણ કરનારા લોકો પાકિસ્તાની હતા અને તેઓ ઉર્દુ ભાષામાં વાત કરતા હતા.

(7:41 PM IST)