તા. ૧૦ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૬ સોમવાર
News of Friday, 12th December 2025
વર્ષ 2027ની વસ્તી ગણતરી માટે 11,718 કરોડનું બજેટ મંજૂર કરાયું : 30 લાખ કર્મચારીઓને રોજગારી અપાશે
મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે કે, વસ્તી ગણતરી પ્રથમ વખત ડિજિટલ રીતે હાથ ધરવામાં આવશે.

નવી દિલ્હી : વર્ષ 2027 ની વસ્તી ગણતરી માટે ₹11,718 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે કે, વસ્તી ગણતરી પ્રથમ વખત ડિજિટલ રીતે હાથ ધરવામાં આવશે. ‘વસ્તી ગણતરી 2027’ બે તબક્કામાં પૂર્ણ થશે. પ્રથમ તબક્કામાં એપ્રિલ અને સપ્ટેમ્બર 2026 વચ્ચે ઘરની યાદી તેમજ ગણતરીનો સમાવેશ થશે.
ત્યારબાદ ફેબ્રુઆરી 2027 માં વસ્તી ગણતરી કરવામાં આવશે. કેન્દ્રીય મંત્રીમંડળે વર્ષ 2027 ની વસ્તી ગણતરી માટે ₹11,718 કરોડના બજેટને મંજૂરી આપી દીધી છે. આવું પ્રથમવાર બનશે કે, દેશભરમાં ડિજિટલ વસ્તી ગણતરી હાથ ધરાશે. આ હેતુ માટે 30 લાખ કર્મચારીઓને રોજગારી પણ આપવામાં આવશે.
(9:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
