News of Saturday, 13th December 2025
ઈન્ડિગોએ ઓપરેશનલ વિક્ષેપની તપાસ માટે નિષ્ણાત ટીમ બનાવી
ટીમનું નેતૃત્વ કેપ્ટન જોન ઇલ્સન કરશે, જેમને FAA, ICAO, IATA અને અનેક આંતરરાષ્ટ્રીય એરલાઇન્સમાં 40 વર્ષથી વધુનો અનુભવ છે.

નવી દિલ્હી : ઈન્ડિગો સંકટને પગલે દેશભરમાં મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો, દરમિયાન ઈન્ડિગોએ ઓપરેશનલ વિક્ષેપની તપાસ માટે એક નિષ્ણાત ટીમની નિમણૂક કરી છે. ઈન્ડિગોના બોર્ડે ચીફ એવિએશન એડવાઇઝર્સ એલએલસીને તપાસ સોંપી છે. આ ટીમનું નેતૃત્વ કેપ્ટન જોન ઇલ્સન કરશે, જેમને FAA, ICAO, IATA અને અનેક આંતરરાષ્ટ્રીય એરલાઇન્સમાં 40 વર્ષથી વધુનો અનુભવ છે. આ ટીમ તાજેતરના ઓપરેશનલ વિક્ષેપના કારણોની સ્વતંત્ર અને નિષ્ણાત તપાસ કરશે. તપાસનો ઉદ્દેશ્ય ઓપરેશનલ વિક્ષેપના મૂળ કારણોને ઓળખવાનો છે.
(12:11 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
