<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th December 2025

નરેન્દ્રભાઈ મોદી દ્વારા પી.એમ. હાઉસમાં યોજાયેલ એન.ડી.એ.નાં તમામ સાંસદોના ભોજન સમારંભમાં ભાગ લેતા રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા

સમારંભમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દરેક સાંસદોને રૂબરૂ મળીને સૌનું અભિવાદન કર્યું : એન.ડી.એ.નાં સાંસદો, ભારત સરકારની કેબીનેટના તમામ મંત્રીઓ, ભાજપના રાષ્ટ્રીય નેતાઓ ઉપસ્થિત રહ્યા

રાજકોટ તા.૧૩

હાલના પાર્લામેન્ટ નાં શીતકાલીન સત્ર દરમ્યાન ભારતના વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદી દ્વારા એન.ડી.એ.નાં તમામ સાંસદો માટે રાત્રી ભોજન નું આયોજન કરવામાં આવેલ હતું. આ સમારંભમાં એન.ડી.એ.નાં તમામ સાંસદો, ભારત સરકારની કેબીનેટના તમામ મંત્રીશ્રીઓ, સાથે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ શ્રી નડડા  તથા ગૃહ મંત્રી અમિતભાઈ શાહ, અને ભાજપના રાષ્ટ્રીય સંગઠન મંત્રી બી.એલ. સંતોષ સહિતના એ હર્ષભેર ભાગ લીધેલ હતો. ગુજરાતના સાંસદો રાજ્યસભાના સભ્ય  રામભાઈ મોકરીયા, મહેસાણાના નાં સાંસદ હરિભાઈ પટેલ, સુરતના સાંસદ મુકેશભાઈ દલાલ, વલસાડના સાંસદ  ધવલભાઈ પટેલ, ખેડાના સાંસદ  દેવુંસિહ ચૌહાણ વિગેરેએ હાજરી આપેલ હતી. આ સમારંભમાં  વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીએ દરેક સાંસદોને રૂબરૂ મળીને સૌનું અભિવાદન કરેલ હતું.

(4:14 PM IST)