News of Sunday, 14th December 2025
કેરળ સ્થાનિક ચૂંટણી: અપેક્ષિત પરિણામો ન મળતા સુધારાત્મક પગલાં લેવાશે - મુખ્યમંત્રી પિનારાઈ વિજયન

કેરળમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો અંગે મુખ્યમંત્રી પિનારાઈ વિજયને મહત્ત્વનું નિવેદન આપ્યું છે. તેમણે સ્વીકાર્યું હતું કે ડાબેરી લોકશાહી મોરચા એલડીએફને ચૂંટણીમાં અપેક્ષા મુજબના પરિણામો મળ્યા નથી. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે પક્ષ અને સરકાર આ પરિણામોનું ગંભીરતાથી વિશ્લેષણ કરશે અને જ્યાં પણ ઉણપ રહી ગઈ છે ત્યાં સુધારાત્મક પગલાં લેવામાં આવશે.
અગાઉ એલડીએફ દ્વારા ઐતિહાસિક જીતનો દાવો કરવામાં આવ્યો હતો, પરંતુ પરિણામો મિશ્ર રહેતા હવે સંગઠન સ્તરે સમીક્ષા કરવાની ખાતરી આપવામાં આવી છે.
(10:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
