<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 14th December 2025

ચેક પર અમાઉન્‍ટ લખતી વખતે LAKH લખવું જોઇએ છે LAC ?

LAKH ઇન્‍ડિયન કાઉન્‍ટીંગ સિસ્‍ટમ્‍સમાં ૧ લાખ રૂપિયા શો કરે છે આ શબ્‍દ હિન્‍દી અને ભારતીય સંસ્‍કૃતિમાં સામાન્‍ય છે, બીજી બાજુ LAC નો અંગ્રેજી ડિકશનરીમાં અલગ અર્થ થાય છે

નવી દિલ્‍હી : કેન્દ્ર સરકાર ડિજિટલ ટ્રાન્જેક્શનને સતત પ્રોત્સાહન આપી રહી છે. આ જ કારણ છે કે લોકો આજકાલ UPIનો ઉપયોગ વધુને વધુ કરી રહ્યા છે. આ ઉપરાંત છેલ્લા કેટલાક વર્ષોમાં બેંકો સાથેના ટ્રાન્જેક્શનમાં પણ ઝડપથી વધારો થયો છે. ડિજિટલ ટ્રાન્જેક્શનના આ યુગમાં બેંકો દરેકના જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગઈ છે.

કેશ ઉપાડવાથી લઈને જમા કરવા સુધી અને કોઈને પેમેન્ટ કરવાનું હોય તો પણ દરેક કામ માટે બેન્કો જરૂરી બની ગઈ છે. ચેક દ્વારા કોઈને પેમેન્ટ કરવું સૌથી સરળ અને સુરક્ષિત ઉપાય છે. ચેક આપતી વખતે તમારે અમાઉન્ટ શબ્દોની સાથે આંકડામાં પણ લખવું જરૂરી છે.

પરંતુ શું તમે ક્યારેય નોટિસ કર્યું છે કે, ચેક પર અમાઉન્ટ લખતી વખતે 'Lakh' લખવું જોઈએ કે 'Lac'? આ અંગે દરેક વ્યક્તિની પોતાની અલગ-અલગ ટેવ છે. પરંતુ સવાલ એ છે કે શું લખવું સાચું છે? શું 'Lac' લખવાથી ચેક રદ થઈ શકે છે? ચાલો જાણીએ.

'Lakh' ઈન્ડિયન કાઉન્ટિંગ સિસ્ટમમાં 1,00,000 રૂપિયા શો કરે છે. આ શબ્દ હિન્દી અને ભારતીય સંસ્કૃતિમાં સામાન્ય છે. બીજી બાજુ 'Lac'નો અંગ્રેજી ડિક્શનરીમાં અલગ અર્થ થાય છે. આ એક રાલ જેવો પદાર્થ છે જે જંતુ બનાવે છે અને તેનો ઉપયોગ વાર્નિશ, પોલિશ અથવા સીલિંગ વેક્સમાં થાય છે. પરંતુ ભારતમાં 'Lac'નો પણ ઉપયોગ 100,000 રૂપિયા માટે કરવામાં આવે છે.

RBI તરફથી સામાન્ય લોકો માટે 'Lakh' અથવા 'Lac'ના ઉપયોગ પર કોઈ કડક નિયમ બનાવવામાં નથી આવ્યા.પરંતુ RBIના બેન્કો માટેના માસ્ટર સર્ક્યુલરમાં 'Lakh'ને 100,000 માટે સાચો શબ્દ જણાવવામાં આવ્યો છે. RBIની ચલણી નોટો અને તેની વેબસાઇટ પર પણ 'Lakh'નો જ ઉપયોગ કરવામાં આવે છે. આનો અર્થ એ થાય કે ઓફિશિયલ રીતે 'Lakh' લખવું સાચું છે.

પરંતુ સારા સમાચાર એ છે કે, ચેક આપતી વખતે 'Lac' લખો છો તો તેનાથી તમારો ચેક કેન્સલ કે ડિસઓર્ડર નહીં થશે. દેશમાં બંને શબ્દો કોમન છે અને RBI દ્વારા સામાન્ય લોકો માટે કોઈ પ્રકારનો કડક નિયમ બનાવવામાં નથી આવ્યો. મોટાભાગની બેંકો 'Lakh' અથવા 'Lac' બંને લખેલા ચેક સ્વીકારી લે છે. તેમ છતાં યૂનિફોર્મિટી અને ઓફિશિયલ સ્ટેન્ડર્ડ માટે 'Lakh' લખવું સારું છે.

ચેક પર અમાઉન્ટ લખતી વખતે 'Lakh'નો ઉપયોગ કરો. આ RBIનો પસંદગીનો શબ્દ છે અને નાણાકીય દસ્તાવેજોમાં સ્પષ્ટતા લાવે છે. જોકે 'Lac' લખવાથી ચેક કેન્સલ નહીં થશે, પરંતુ સાચી ટેવ ફોલો કરવું સારું છે. તેનાથી ભવિષ્યમાં કોઈપણ ગેરસમજ નહીં આવશે.

(1:47 PM IST)