News of Sunday, 14th December 2025
પશ્ચિમ અને પૂર્વ ઉત્તર પ્રદેશમાં આગામી દિવસોમાં ઠંડી વધુ વધવાની શક્યતા
ઉત્તરપૂર્વ ભારત-આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર અને મિઝોરમમાં ધુમ્મસનું પ્રમાણ વધશે

નવી દિલ્હી : પશ્ચિમ અને પૂર્વ ઉત્તર પ્રદેશમાં આગામી દિવસોમાં ઠંડી વધુ વધવાની શક્યતા છે. રાત્રિના તાપમાનમાં ઘટાડો અને સવારે ઘાટો ધુમ્મસ મુસાફરો માટે સમસ્યા ઉભી કરશે. પૂર્વી ઉત્તર પ્રદેશમાં ધુમ્મસ 15 ડિસેમ્બર સુધી ટકી શકે છે.મહારાષ્ટ્ર, મરાઠવાડા, તેલંગાણા અને ઉત્તર આંતરિક કર્ણાટકમાં 12–13 ડિસેમ્બરે ઠંડી લહેર ફુંકાઈ શકે છે. ઉત્તરપૂર્વ ભારત-આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર અને મિઝોરમમાં પણ 11–15 ડિસેમ્બર દરમિયાન ધુમ્મસનું પ્રમાણ વધશે. દક્ષિણમાં આંદામાન–નિકોબાર ટાપુઓ તથા તમિલનાડુ શ્રીલંકા દરિયાકાંઠા પર 30–45 કિમી પ્રતિ કલાક ઝડપે પવન ફૂંકાઈ શકે છે, જેના કારણે માછીમારો અને કિનારી વિસ્તારોને સાવચેત રહેવાની સલાહ છે.
(11:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
