ઈમરાન ખાનનું જેલમાં મોત? 3:12 PM
News of Monday, 15th December 2025
લ્યો બોલ! ફાટક વચ્ચે ટ્રેન રાખી રેલવે કર્મચારીઓએ શાકભાજી ખરીદી

સીતાપુર તા.૧૫: ઉત્તરપ્રદેશના સીતાપુરમાં અજીબો ગરીબ ઘટના બની. સીતાપુરમાં રેલવે કર્મચારીઓ રેલવે ટ્રેક પર એન્જિન બંધ કરીને શાકભાજી ખરીદવા જતા રહ્યાં હતા. એન્જિન ઊભું જોઈને ગેટમેને રેલવે ફાટક બંધ કરી દીધું. જેના કારણે બંને બાજુ વાહનવ્યવહાર ઠપ્પ થઈ ગયો. રેલવે ફાટક લગભગ ૨૦ મિનિટ સુધી બંધ રહ્યું. એન્જિન લાંબા સમય સુધી નિષ્ક્રિય જોઈને જામમાં ફસાયેલા લોકોએ બૂમો પાડવાનું શરૂ કર્યું. આખરે શાકભાજી ખરીદવા ગયેલા રેલવે કર્મચારીઓ શાકભાજી લઈને રેલવે ટ્રેક પર આવ્યા. રેલ્વે કર્મચારીઓ એન્જિનમાં ચઢ્યા અને એન્જીન શરુ કરી, ટ્રેન લઈને જતા રહ્યા. આ દરમિયાન જામમાં ફસાયેલા એક રાહદારીએ સમગ્ર ઘટનાનો વીડિયો બનાવ્યો અને રેલ્વે કર્મચારીઓની મનમાની બતાવવા માટે સોશિયલ મીડિયા પર વીડિયો અપલોડ કરી દીધો.(૩૮.૬)
(9:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
