<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th December 2025

સિડની હુમલાખોરની માતાનો દાવો- મારો દીકરો આવું કામ કરી શકે નહીં

આરોપીની માતાએ કહ્યું કે મારો દીકરો સારો છોકરો છે. નાવીદ ક્યારેય કોઈ હથિયાર રાખતો ન હતો અને કોઈ નશો કરો ન હતો. તે કોઈ ખરાબ સોબત પણ ધરાવતો ન હતો

ઓસ્ટ્રેલિયાના સિડની સ્થિત બોંડી બીચ પર એક યહૂદી તહેવારની તૈયારી સમયે લોકો પર અંધાધૂંધ ફાયરિંગ કરવાની ઘટના બનેલી, જોમાં ઓછામાં ઓછા 15 નિર્દોષ નાગરિકોએ જીવ ગુમાવ્યો હતો. આ ઘટનાની તપાસ શરૂ થઈ ગઈ છે.

પોલીસની પ્રારંભિક તપાસમાં જણાવાયું છે કે લોકો પર ફાયરિંગ કરનાર બે બંદૂકધારી પિતા-પુત્ર હતી. હવે હુમલાખોરની માતાએ દાવો કર્યો છે કે મારો દીકરો આવું કામ કરી શકે નહીં. તેણે પોલીસની પૂછપરછમાં કહ્યું કે તેનો દીકરો આવો હુમલો કરી જ ન શકે. તેના દીકરાએ તાજેતરમાં જ નોકરી ગુમાવી દીધી હતી અને ફાયરિંગની ઘટનાના કેટલાક કલાક અગાઉ તેણે પરિવાર સાથે છેલ્લે વાતચીત કરી હતી.

આરોપીની માતાએ કહ્યું કે મારો દીકરો સારો છોકરો છે. નાવીદ ક્યારેય કોઈ હથિયાર રાખતો ન હતો અને કોઈ નશો કરો ન હતો. તે કોઈ ખરાબ સોબત પણ ધરાવતો ન હતો. તેનો દીકરો મોટાભાગે કામ, ઘર અને એક્સરસાઈ સુધી જ મર્યાદિત હતો. તે બહું બહાર ફરવા પણ જતો ન હતો.

સ્થાનિક મીડિયાના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે તપાસ સાથે સંકળાયેલ અમેરિકી ગુપ્તચર અધિકારીઓને ટાંકી દાવો કરાયો છે કે બન્ને પાકિસ્તાની નાગરિક હતા. અકરમના ન્યૂ સાઉથ વેલ્સ સ્થિત ડ્રાઈવિંગ લાઈસન્સી તસવીર પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે

એક હુમલાખોર ઘટનાસ્થળે જ માર્યો ગયો હતો. આ હુમલા અંગે ન્યૂ સાઉથ વેલ્સ પોલીસ કમિશનર માલ લેન્યોને જણાવ્યું હતું કે બંદૂકધારી 50 વર્ષીય સાજિદ અકરમ પોલીસની કાર્યવાહીમાં માર્યો ગયો હતો. તેનો પુત્ર 24 વર્ષીય નવીદ અકરમ ઘાયલ થયો હતો અને તેને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.

(11:03 AM IST)