News of Monday, 15th December 2025
ગર્લફ્રેન્ડને ફરવા માટે હિમાચલ લઈ ગયો, હત્યા કરી માથું અલગ કરી નાખ્યું
શરીર પરથી કપડાં ઉતારી ફેંકી દીધાઃસીસીટીવી ફૂટેજમાંથી મળેલા પગેરું શોધતા હરિયાણા પોલીસે કાતિલ પ્રેમીની આખરે ધરપકડ કરી લીધી હતી

સહારનપુર:ઉત્તર પ્રદેશના સહારનપુરમાં લિવ ઈન રિલેશનનો ખતરનાક અંત થયો છે. કાતિલ પ્રેમીએ ન ફક્ત લિવ ઈન રિલેશનમાં રહેતી પ્રેમિકાનું ગળું કાપી નાખ્યું પણ તેની લાશને હરિયાણાના યમુનાનગરમાં ફેંકી દીધી હતી. સીસીટીવી ફૂટેજમાંથી મળેલા પગેરું શોધતા હરિયાણા પોલીસે કાતિલ પ્રેમીની ધરપકડ કરી લીધી છે. પોલીસની પૂછપરછમાં કાતિલ પ્રેમીએ પોતાનો ગુનો કબૂલ કરી લીધો છે, હત્યાનું કારણ પણ જણાવ્યું, આ જાણી સૌ કોઈ ચોંકી ગયા હતા. જે દિવસે પોલીસે હત્યારાની ધરપકડ કરી, તેના બીજા જ દિવસે એટલે કે ૧૫ ડિસેમ્બરે તેના નિકાહ થવાના હતા.
મૃતકા ઉમા ૧૩ વર્ષના એક બાળકની માતા હતી અને પતિ-દીકરાને છોડી બિલાલ નામના યુવક સાથે લિવ ઈનમાં રહેતી હતી. પોલીસે આરોપી બિલાલની ધરપકડ કરી લીધી છે.
હકીકતમાં જોઈએ તો, યમુનાનગર હરિયાણા પોલીસે ૭ ડિસેમ્બરના રોજ સાહિબ હાઈવે પર પ્રતાપ નગર પોલીસ સ્ટેશન વિસ્તારના ખેતરમાંથી એક યુવતીની માથા વગરની લાશ મળી હતી. આ મૃતદેહ એકદમ સડીને ખરાબ થઈ ગયો હતો. યુવતીનું માથું ગાયબ હતું અને તે નગ્ન હાલતમાં પડી હતી.પોલીસની પહેલી તપાસમાં આ એક જઘન્ય અને કપટપૂર્ણ રીતે રચેલું કાવતરું લાગ્યું. ઘટનાની ગંભીરતા જોતા પોલીસે એક એસઆઈટી બનાવી. ડીએસપી રજત ગુલિયાની આગેવાનીમાં એસઆઈટીએ ઉચ્ચ સ્તરીય તપાસ હાથ ધરી.
પોલીસ માટે સૌથી મોટી ચેલેન્જ એ હતી કે મૃતકની ઓળખ કેવી રીતે કરવી. હરિયાણાના તમામ જિલ્લાની સાથે સાથે હિમાચલ પ્રદેશ, ચંડીગઢ, ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશના સરહદી વિસ્તારનો સંપર્ક કર્યો. પણ કોઈ ગુમ વ્યક્તિનો રિપોર્ટ મળ્યો નહીં. પોલીસે હથિની કુંડ બૈરાજ પર લાગેલા સીસીટીવી ફૂટેજ ખંગાળ્યા હતા, જરૃરથી પગેરું મળ્યું. ૬ દિવસ બાદ પોલીસે સહારનપુર જિલ્લાના નકુડ વિસ્તારના ગામ ટિડોલીના રહેવાસી ફુરકાન ઉર્ફ બિલાલની ધરપકડ કરી. પૂછપરછ દરમિયાન આરોપીએ પોતાનો ગુનો કબૂલ કર્યો.
પોલીસ પૂછપરછમાં હત્યાના આરોપી બિલાલે જણાવ્યું કે, મૃતકા ઉમા છેલ્લા બે વર્ષથી તેની સાથે લિવ ઈનમાં રહેતી હતી. બિલાલના લગ્ન એક યુવતી સાથે નક્કી થઈ ગયા હતા અને ઉમા તેના પર લગ્નને લઈને પ્રેશર કરી રહી હતી. એટલું જ નહીં તે અન્ય કોઈ સાથે લગ્ન કરવાની વાતનો પણ વિરોધ કરતી હતી. આરોપીને ડર હતો કે મહિલા તેના પરિવારને સચ્ચાઈ બતાવી દેશે. જેનાથી તેના લગ્ન તૂટી જશે. આ ડરથી તેણે ડરનો કરવાનો પ્લાન બનાવ્યો.-પ્રતિકાત્મક તસવીર
૬ ડિસેમ્બરની રાતે બિલાલ ઉમાને હિમાચલ ફરવાના બહાને સહારનપુરથી કારમાં બેસાડીને નીકળ્યો. પહેલા તો પોંટા સાહિબ જઈને રૃમ શોધ્યો પણ બહાદુરગઢ ગામ નજીક કારમાં હત્યા કરી નાખી. ઓળખ છુપાવવા માટે થઈને તેણે હત્યા કર્યા બાદ માથું અલગ કરી કપડાં ઉતારી નાખ્યા. પોલીસે ૭ ડિસેમ્બરના રોજ પોંટા સાહિબ તરફ જતાં રોડથી લગભગ ૨૦ મીટર દૂર એક યુવતીની લાશ મળી. લાશની હાલત ખૂબ જ ખરાબ હતી. યુવતીનું માથું ધડથી અલગ હતું અને શરીર પર ખાલી આંતરવસ્ત્રો સિવાય કંઈ નહોતું.
(10:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
