News of Tuesday, 16th December 2025
બિહારમાં નીતિશ કુમારની અધ્યક્ષતામાં કેબિનેટની મહત્વની બેઠક આજે: અનેક પ્રસ્તાવ પર મહોર વાગવાની વકી

પટના: બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની અધ્યક્ષતામાં આજે રાજ્ય મંત્રીમંડળની એક મહત્વપૂર્ણ બેઠક મળવા જઈ રહી છે. મુખ્ય સચિવાલય ખાતે યોજાનારી આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રીઓ અને તમામ વિભાગના મંત્રીઓ હાજર રહેશે. આ બેઠકમાં રાજ્યના વિકાસ અને સરકારી કર્મચારીઓને લગતા અનેક મહત્વના એજન્ડા પર ચર્ચા વિચારણા કરવામાં આવશે અને તેને મંજૂરી આપવામાં આવે તેવી શક્યતા છે.
સૂત્રો મુજબ આજના કેબિનેટના એજન્ડામાં નવા સરકારી વિભાગોની રચના યુવા રોજગાર કૌશલ્ય અને ઉદ્યોગલક્ષી નીતિઓને લગતા પ્રસ્તાવો સામેલ છે. આ ઉપરાંત રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરવા અંગે પણ નિર્ણય લેવામાં આવી શકે છે.
સરકાર દ્વારા ખેડૂતો અને વિદ્યાર્થીઓ માટે પણ કેટલીક નવી જાહેરાતો કરવામાં આવે તેવી વકી છે. બેઠક બાદ કેબિનેટ વિભાગના અધિક મુખ્ય સચિવ પ્રેસ કોન્ફરન્સ કરીને લીધેલા નિર્ણયોની સત્તાવાર જાણકારી આપશે.
(9:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
