<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 16th December 2025

કમુરતા અને શુક્રનો અસ્‍તઃ લગ્નસરાને દોઢ માસનો વિરામ

દિવાળી બાદ ધામધૂમથી થઇ રહેલા લગ્ન આયોજનો આડે હવે મુહૂર્તનો પ્રશ્‍ન સર્જાશે : ૧૪ જાન્‍યુઆરીએ કમુરતા ઉતરશે : ૩ ફેબ્રુઆરીએ શુક્રના ઉદય બાદ ફરી રોનક જામશે

મુંબઇ, તા.૧૬: દીપોત્‍સવી પર્વની રંગારંગ ઉજવણી બાદ વનસરાની ચેતક બરાબર જામી હતી. શહેરમાં લગ્નની શહેનાઈઓ ગૂંજી ઉઠી હતી, પરંતુ હવે ધનારક કમુરતા અને શુક્રના અસ્‍તને કારણે લગ્નસરા આડે દોઢ માસનો વિરામ રહેશે. ચાલુ વર્ષે લગ્નસરાની સિઝનના આરંભ સાથે જ ઓછા મુર્હતનો પ્રશ્‍ન સર્જાઈ રહ્યો છે ત્‍યારે હવે ૧૪ જાન્‍યુઆરીના રોજ કમુરતા ઉતરશે અને ૩ ફેબ્રુઆરીના રોજ શુક્રદેવનો ઉદય થશે  ત્‍યારબાદ ફરીવાર લગ્નસરાની રોનક જામશે.

હિન્‍દુ સમુદાય અને શાષાોમાં ગ્રહ, નક્ષત્ર અને તિથિના કેટલાક સંયોગોમાં લગ્ન સહિતના શુભ કાર્યો થતાં નથી. શુક્રનો અસ્‍ત, ગુરુદેવનો અસ્‍ત, મીનારક અને ધનારક કમુરતા, ચાતુમાંસ, હોળાષ્‍ટક જેવા સેંયાગો તેમાં મુખ્‍ય છે. જે પૈકી દર વર્ષે ૧૫.૧ ડિસેમ્‍બરના રોજ સૂર્યદેવનો ધન રાશિમાં પ્રવેશ સાથે ધનારક કમુરતા શરૂ થતાં એક મહિના માટે લગ્નના મુહૂર્ત લેવાતા નથી. મહારાજ કિરીટદત્ત સુકલના જણાવ્‍યા મુજબ, સૂર્યદેવના ધન રાશિમાં પ્રવેશ સાથે ધનારક કમુરતા શરૂ થઈ ગયા છે. સુર્યદેવના ધન મૂળમાં પ્રવેશ સાથે ધનારક કમુરતા હવે ૧૪ જાન્‍યુઆરીના રોજ ઉતરશે. ૧૪મીએ બપોરે ૩.૦૮ વાગ્‍યા સુધી સૂર્યદેવ ધન રાશિમાં ભ્રમણ કરશે. ૧૪ જાન્‍યુઆરીએ ઉજવાતા મકરસંક્રાંતિ પર્વનું ધાર્મિક મહત્ત્વ સૂર્યદેવના રાશિ ભ્રમણ સાથે પણ સંકળાયેલું છે. મકર શાશિમાં પ્રવેશ સાથે મકરસંક્રાંતિની ઉજવણી થાય છે અને સાથે જ કમુરતા ઉતરે છે. તેમ છતાં ચાલુ વર્ષે લગ્નમુહર્ત માટે ૩ ફેબ્રુઆરી સુધી રાહ જોવી પડશે.

કારણ કે, શુક્રકદેવનું અસ્‍ત હોય લગ્ન સહિતના શુભ કાર્યો થઈ શકશે નહી. શુક્રદેવ ૩ ફેબુઆરીના રોજ મહા સુદ બીજ સુધી અસ્‍ત રહેશે. શુક્રદેવના ઉદય બાદ પ ફેબ્રુઆરીથી ફરીવાર લગ્નસરાની રોનક શરૂ થશે. વધુમાં, કેબ્રુઆરી માસમાં ૫, ૬.૭.૮, ૧૦, ૧૨, ૧૩, ૨૦, ૨૧ અને ૨૨મીના રોજ લગ્નની ધૂમ છવાશે. હાલમાં નવેમ્‍બર અને ડિસેમ્‍બર માર્ચમાં લગ્ન આયોજનોની ભરમાર સામે હવે દોઢ મહિનાનો વિરામ રહેશે અને ત્‍યારબાદ ફરી થનારી સિઝન માટે આગોતરી તૈયારીઓ પણ શરૂ કરી દેવાશે. વર અને કન્‍યા પક્ષ દ્વારા ફેબ્રુઆરી માસમાં થનારા આયોજનોને પણ આખરી ઓપ આપી દેવામાં આવશે.

(10:35 AM IST)