<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 16th December 2025

બેંગલુરૂમાં મોડી રાત્રે ચાલતી પાર્ટીમાં પોલીસ ત્રાટકીઃ ગભરાઇ ગયેલ યુવતિ પાઇપથી નિચે ઉતરવા જતા પટકાઇઃ ગંભીર ઇજા

પીડીતાના પિતાએ ફરિયાદ કરીઃ તપાસ શરૂ

બેંગલુરૂ તા.૧૬: કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં સ્‍થાનિક લોકોએ પોલીસને ફરિયાદ કરી હતી કે યુવાનોના એક જૂથ વહેલી સવાર સુધી પાર્ટી કરી રહ્યા હતા અને ઘોંઘાટ કરી રહ્યા હતા. પોલીસની એક ટીમ ઘટનાસ્‍થળે પહોંચી હતી અને પાર્ટીમાં જનારાઓને ઠપકો આપ્‍યો હતો.

આ ઘટનાથી પાર્ટીમાં હાજર એક યુવતી ગભરાઈ ગઈ અને ડ્રેઇનપાઇપનો ઉપયોગ કરીને ભાગી જવાનો પ્રયાસ કર્યો હતો. ઘટના દરમિયાન, તેણીએ પોતાનું સંતુલન ગુમાવ્‍યું અને નીચે પડી ગઈ. યુવતી ઘાયલ થઈ હતી અને તેને હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

પીડિતાના પિતા એન્‍થોનીની ફરિયાદના આધારે આ કેસમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી. એફઆઈઆર મુજબ, યુવતી તેના સાત મિત્રો સાથે સી એસ્‍ટા લોજમાં પાર્ટી માટે પહોંચી હતી. તેમના જૂથે ત્રણ રૂમ બુક કરાવ્‍યા હતા અને પાર્ટી મોડી રાત સુધી ચાલુ રહી. સ્‍થાનિક રહેવાસીઓએ ૧૧૨ હેલ્‍પલાઈનને જોરદાર અવાજની જાણ કરી હતી. ત્‍યારબાદ પોલીસે આવીને પાર્ટીમાં જનારાઓને ઠપકો આપ્‍યો હતો. જોકે, પોલીસ પર લાંચ માંગવાના આરોપો પણ લગાવવામાં આવ્‍યા છે, જેની હજુ સુધી પુષ્ટિ થઈ નથી.

(4:15 PM IST)