<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 16th December 2025

જો ચૂંટણીમાં દખલ કરશો તો અમે પૂર્વોતરને ભારતથી અલગ કરીશું

બાંગ્‍લાદેશના NCP નેતાએ આપી ધમકી

ઢાકા, તા.૧૬: બાંગ્‍લાદેશમાં સામાન્‍ય ચૂંટણીઓ નજીક આવી રહી છે તેમ, રાજકારણીઓએ ભારત વિરુદ્ધ ઝેર ઓકવાનું શરૂ કરી દીધું છે. NCPના એક નેતાએ ધમકી આપી છે કે જો ભારત ચૂંટણીમાં દખલ કરશે તો તેઓ પૂર્વોત્તર રાજ્‍યોને અલગ કરી દેશે.

બાંગ્‍લાદેશમાં શેખ હસીનાની સરકારના પતન અને મોહમ્‍મદ યુનુસના નેતળત્‍વમાં નવી સરકારની રચના થયા પછી, નેતાઓ ભારત વિરુદ્ધ ઝેર ઓકતા રહ્યા છે. નેશનલ સિટીઝન પાર્ટી (NCP) દક્ષિણના મુખ્‍ય સંયોજક હસનત અબ્‍દુલ્લાએ કહ્યું કે જો બાંગ્‍લાદેશને ખલેલ પહોંચાડવાનો કોઈ પ્રયાસ કરવામાં આવશે તો સમગ્ર પૂર્વોત્તર ભારતથી અલગ થઈ જશે.

આ રાજ્‍યોને સેવન સિસ્‍ટર્સ તરીકે ઓળખવામાં આવે છે. તેમાં અરુણાચલ પ્રદેશ, આસામ, મણિપુર, મેઘાલય, નાગાલેન્‍ડ, મિઝોરમ અને ત્રિપુરાનો સમાવેશ થાય છે. આ પ્રદેશ ભૌગોલિક રીતે સંવેદનશીલ છે કારણ કે તે પヘમિ બંગાળના સિલિગુડી કોરિડોરમાં ‘ચિકન નેક' નામના નાના પટ દ્વારા મુખ્‍ય ભૂમિ સાથે જોડાયેલ છે.

હસનતે વધુમાં કહ્યું, હું ભારતને સ્‍પષ્ટપણે કહેવા માંગુ છું કે જો તમે બાંગ્‍લાદેશની સાર્વભૌમત્‍વ, ક્ષમતાઓ, મતદાન અધિકારો અને માનવ અધિકારોનો આદર ન કરતી શક્‍તિઓને આશ્રય આપશો, તો બાંગ્‍લાદેશ બદલો લેશે, તેમણે વધુમાં કહ્યું કે બાંગ્‍લાદેશને અસ્‍થિર કરવાના ગંભીર પરિણામો આવશે, જેનાથી સમગ્ર ક્ષેત્રમાં અશાંતિ ફેલાશે. NCP નેતા દેશના સૌથી વધુ ભારત વિરોધી અવાજોમાંના એક છે અને નિયમિતપણે નવી દિલ્‍હી વિરુદ્ધ ઉગ્ર નિવેદનો આપતા રહ્યા છે. 

(3:48 PM IST)