<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 16th December 2025

શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા શ્રી સ્વામિનારાયણ મંદિર, મોમ્બાસા - કેન્યાનો શિલાન્યાસ સમારોહ પરમ ઉલ્લાસભેર યોજાયો.....

શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની અધ્યક્ષતામાં "ગ્રંથરત્ન શ્રી શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ" અંતર્ગત શ્રી સ્વામિનારાયણ મંદિર, મોમ્બાસા - કેન્યાનો શિલાન્યાસ વરિષ્ઠ સંતમંડળ અને હરિભક્તોની વિશાળ ઉપસ્થિતિમાં યોજાયો હતો.

મંદિર પરિસર અંગેની મહંત સદ્ગુરુ ભગવત્પ્રિયદાસજી સ્વામીએ વિગતો આપતા જણાવ્યું હતું કે, મંદિર પરિસરની જગ્યા ૧ એકર, ૬૩ મી. x  ૬૪ મી., જે  મામા નગીના રોડ, ન્યાલી, મોમ્બાસા કાઉન્ટી, જેમાં મલ્ટી પર્પસ હોલ, પ્રાર્થના હોલ, સંતવૃંદનું નિવાસ સ્થાન સહિત વિશાળ પાર્કિંગની પણ વ્યવસ્થા છે.

આ પાવનકારી અવસરે પરમ પૂજ્ય જ્ઞાનમહોદધિ આચાર્ય સ્વામીશ્રી મહારાજે આશિર્વાદમાં જણાવ્યું હતું કે, ભારતીય સંસ્કૃતિની જ્યોત જલતી રહે, સુસંસ્કારિત બને અને બધા નિર્વ્યસની રહે, સજ્જન બને તે  માટે આ મંદિર નિર્માણનો ઉદ્દેશ છે, વધુમાં જે વ્યક્તિ જે દેશમાં રહે તે દેશને વફાદાર રહે. આ અણમોલ અવસરનો લ્હાવો ઘણી મોટી સંખ્યામાં દેશ વિદેશના હરિભકતોએ લીધો હતો.

મહંત સદ્ગુરુ ભગવત્પ્રિયદાસજી સ્વામી

(5:44 PM IST)