<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 16th December 2025

નવો ઉચ્ચ શિક્ષણ પંચ કાયદો જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીને સોંપાયો: આઇઆઇટી અને આઇઆઇએમ હવે એક જ રેગ્યુલેટર હેઠળ આવશે

લોકસભામાં શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આ પ્રસ્તાવ રજૂ કર્યો હતો જેને ધ્વનિમતથી પસાર કરવામાં આવ્યો

દેશની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે એક જ નિયમનકારી સંસ્થા બનાવવાના ઉદ્દેશ્ય સાથે લાવવામાં આવેલા 'વિકસિત ભારત શિક્ષા અધિષ્ઠાન બિલ' ને સંસદની સંયુક્ત સમિતિ - જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીને સોંપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. લોકસભામાં શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આ પ્રસ્તાવ રજૂ કર્યો હતો જેને ધ્વનિમતથી પસાર કરવામાં આવ્યો હતો.

 

આ બિલનો મુખ્ય હેતુ ઉચ્ચ શિક્ષણમાં હાલના અનેક અલગ અલગ રેગ્યુલેટર્સને દૂર કરીને એક જ છત્ર હેઠળ લાવવાનો છે. આ નવા કાયદા હેઠળ કેન્દ્રીય યુનિવર્સિટીઓ ઉપરાંત આઇઆઇટી, આઈ આઈ એમ, નીટ અને IISc જેવી રાષ્ટ્રીય મહત્વની સંસ્થાઓ પણ આ નવા પંચના કાર્યક્ષેત્રમાં આવશે. આ પંચના અધ્યક્ષની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવશે.

 

રચવામાં આવેલી સંયુક્ત સમિતિમાં લોકસભાના ૨૧ અને રાજ્યસભાના ૧૦ સભ્યો હશે. આ સમિતિએ ૨૦૨૬ ના બજેટ સત્રના પ્રથમ ભાગના છેલ્લા દિવસ સુધીમાં તેનો રિપોર્ટ સોંપવાનો રહેશે. આ બિલ કાયદો બનતા ઉચ્ચ શિક્ષણમાં મંજૂરી પ્રક્રિયા સરળ બનશે તેવી સરકારની ધારણા છે.

(11:16 PM IST)