<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 16th December 2025

કોર્ટનો વેધક સવાલ: 'શું મંદિર-દરગાહ વિવાદમાં મધ્યસ્થી માટે આદેશ આપી શકાય?'

મંદિર અને દરગાહ વચ્ચે ચાલી રહેલા વિવાદના કેસમાં કોર્ટે મહત્વનું અવલોકન કર્યું

નવી દિલ્હી : સુનાવણી દરમિયાન ન્યાયાધીશોએ બંને પક્ષો વચ્ચે વાતચીત અને સમાધાનની શક્યતાઓ તપાસવા અંગે ટકોર કરી હતી.

કેસની સુનાવણી વખતે જજોએ સવાલ કર્યો હતો કે, શું કોર્ટ દ્વારા મંદિર અને દરગાહ પક્ષને પરસ્પર વાતચીત કરવા માટે આદેશ આપી શકાય કે કેમ? જોકે, અરજદાર પક્ષે આ બાબતનો વિરોધ કર્યો હતો. અરજદારે દલીલ કરી હતી કે મધ્યસ્થી અને વાતચીતની પ્રક્રિયાથી કેસનો ઉકેલ આવવામાં વિલંબ થશે અને ન્યાય મળવામાં મોડું થશે.

 

બીજી તરફ, કોર્ટે ધાર્મિક લાગણીઓને ધ્યાનમાં રાખતા ટકોર કરી હતી કે હાલમાં પવિત્ર 'માર્ગશીર્ષ' (માગશર) મહિનો શરૂ થઈ ગયો છે. આગામી કાર્તિક પૂર્ણિમા સુધી હજુ ૩૬૦ કરતા વધુ દિવસો બાકી છે, તેથી શાંતિપૂર્ણ ઉકેલ લાવવા માટે પ્રયાસો થવા જોઈએ. આ મામલે કાનૂની ગૂંચવણ યથાવત છે અને આગામી સુનાવણીમાં વધુ સ્પષ્ટતા થવાની શક્યતા છે.

(11:08 PM IST)