News of Wednesday, 17th December 2025
તૃણમૂલ કોંગ્રેસમાં આંતરિક ખેંચતાણ ડામવા પ્રયાસ: અભિષેક બેનર્જીની સાંસદો સાથે મહત્વની બેઠક

કોલકાતા:પશ્ચિમ બંગાળમાં સત્તાધારી પક્ષ તૃણમૂલ કોંગ્રેસ એટલે કે ટીએમસીમાં ચાલી રહેલા આંતરિક મતભેદો હવે સપાટી પર આવી રહ્યા છે. આ સ્થિતિને થાળે પાડવા માટે પાર્ટીના દિગ્ગજ નેતા અને સાંસદ અભિષેક બેનર્જી આજે સક્રિય થયા છે.
અભિષેક બેનર્જી આજે ટીએમસીના સાંસદો સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ બેઠકનો મુખ્ય એજન્ડા પાર્ટીમાં ચાલી રહેલા આંતરિક ડખા અને મતભેદો પર ચર્ચા કરવાનો છે. પાર્ટીની શિસ્ત જળવાઈ રહે અને આગામી રણનીતિ પર એકસૂત્રતા જળવાય તે માટે આ બેઠક અત્યંત મહત્વની માનવામાં આવી રહી છે.
(9:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
