<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th December 2025

ભારત ૨૦૩૬ ઓલિમ્પિક્સની યજમાની માટે સજ્જ: જિયો ઇન્સ્ટિટ્યૂટ અને ઇન્સ્મા દ્વારા સ્પોર્ટ મેનેજમેન્ટ કોન્ફરન્સ યોજાશે

નવી મુંબઈ: ભારત જ્યારે વર્ષ ૨૦૩૬માં ઓલિમ્પિક ગેમ્સની યજમાની કરવા માટે તૈયારીઓ કરી રહ્યું છે ત્યારે રમતગમત ક્ષેત્રે મેનેજમેન્ટ અને સંશોધનને વેગ આપવા માટે એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે.

જિયો ઇન્સ્ટિટ્યૂટ અને ઇન્ડિયન સ્પોર્ટ મેનેજમેન્ટ એસોસિએશન એટલે કે ઇન્સ્મા દ્વારા સંયુક્ત રીતે ઇન્ડિયન સ્પોર્ટ મેનેજમેન્ટ કોન્ફરન્સની બીજી આવૃત્તિની જાહેરાત કરવામાં આવી છે. આ પ્રતિષ્ઠિત કોન્ફરન્સ આગામી ૧૯ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ નવી મુંબઈ સ્થિત જિયો ઇન્સ્ટિટ્યૂટ કેમ્પસમાં યોજાશે.

 

આ કોન્ફરન્સ ભારતની એકમાત્ર એવી ઇવેન્ટ છે જે સ્પોર્ટ મેનેજમેન્ટ ક્ષેત્રે સંવાદ સંશોધન અને સહયોગ માટે રાષ્ટ્રીય મંચ પૂરો પાડે છે. જેમાં શિક્ષણવિદો ઉદ્યોગ જગતના નેતાઓ નીતિ ઘડવૈયાઓ રમતવીરો અને વૈશ્વિક નિષ્ણાતો એક છત નીચે એકત્ર થશે. 

 

આ વર્ષની કોન્ફરન્સનો મુખ્ય વિષય ઓલિમ્પિક વિઝન ૨૦૩૬ કન્વર્જિંગ ઇન્ડિયાઝ એસ્પિરેશન્સ કેપેબિલિટીઝ એન્ડ કોમ્પિટન્સીઝ ફોર અ ગ્લોબલ સ્પોર્ટિંગ સ્ટેજ રાખવામાં આવ્યો છે જે ૨૦૩૬ ઓલિમ્પિક ગેમ્સની યજમાની કરવાના ભારતના દીર્ઘકાલીન વિઝનને પ્રતિબિંબિત કરે છે.

 

નેશનલ સ્પોર્ટ્સ પોલિસી ૨૦૨૫ અને વિઝન ૨૦૩૬ને ધ્યાનમાં રાખીને આ કોન્ફરન્સમાં પ્રતિભા વિકાસ ડિજિટલ ઇનોવેશન સ્પોર્ટ્સ સાયન્સ એન્ટરપ્રિન્યોરશિપ અને નીતિ સુધારાઓ કેવી રીતે ભારતની રમતગમત ક્ષમતાઓને મજબૂત કરી શકે છે તેની ચર્ચા કરવામાં આવશે. 

 

ઇન્સ્મા ૨૦૨૫માં મુખ્ય વક્તાઓના સંબોધન પેનલ ચર્ચાઓ અને ૨૫થી વધુ સંશોધન પેપર્સની રજૂઆત કરવામાં આવશે જેનો ઉદ્દેશ્ય શૈક્ષણિક સંશોધનને વાસ્તવિક અમલીકરણ સાથે જોડવાનો છે. આ ઉપરાંત હાઇ પરફોર્મન્સ એક્સલન્સ ગ્રાસરૂટ પાર્ટિસિપેશન સ્પોર્ટ્સ ટેક્નોલોજી અને સામાજિક પ્રભાવ જેવા વિષયો પર પણ ગહન ચર્ચા થશે.

 

આ કોન્ફરન્સમાં દેશ વિદેશના દિગ્ગજ વક્તાઓ અને પેનલલિસ્ટ્સ હાજરી આપશે. જેમાં ચેન્નઈયિન એફસીના સહ માલિક વિટા દાણી ટોપ્સ સાઈના સીઈઓ કર્નલ એન એસ જોહલ ગુજરાત સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટના જીએમ નરેન્દ્ર મોદી પૂર્વ ઓલિમ્પિયન અને વર્લ્ડ એથ્લેટિક્સના ઉપપ્રમુખ ડૉ અદિલ સુમારીવાલા જેએસડબલ્યુ સ્પોર્ટ્સના સીઈઓ દિવ્યાંશુ સિંહ કતારની એચબીકેયુ યુનિવર્સિટીના એસોસિયેટ પ્રોફેસર ડૉ કામિલા સ્વાર્ટ એરીસ અને લોફબરો યુનિવર્સિટીના પ્રોફેસર સિમોન શિબ્લી તેમજ એટિયમ સ્પોર્ટ્સના સ્થાપક મુરુગેશ કુમાર એસ કે જેવા મહાનુભાવોનો સમાવેશ થાય છે.

 

આ પ્રસંગે વાત કરતા જિયો ઇન્સ્ટિટ્યૂટના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડૉ પલક શેઠે જણાવ્યું હતું કે ઇન્સ્મા ૨૦૨૫ ભારતમાં સ્પોર્ટ્સ મેનેજમેન્ટ શિક્ષણ અને સંશોધનને આગળ વધારવા માટેની જિયો ઇન્સ્ટિટ્યૂટની પ્રતિબદ્ધતા દર્શાવે છે. વિવિધ હિતધારકોને એક મંચ પર લાવીને અમે દેશમાં મજબૂત અને ભવિષ્ય માટે તૈયાર સ્પોર્ટ્સ ઇકોસિસ્ટમ બનાવવામાં મદદરૂપ થઈશું.

 

ઇન્ડિયન સ્પોર્ટ મેનેજમેન્ટ એસોસિએશનના પ્રમુખ ડૉ સાર્થક મંડલે જણાવ્યું હતું કે બીજી આવૃત્તિનો ઉદ્દેશ્ય વિચારો ભાગીદારી અને સંશોધન આધારિત ઉકેલોને વેગ આપવાનો છે જે દેશભરમાં સ્પોર્ટ મેનેજમેન્ટ ક્ષમતાઓને મજબૂત બનાવશે. આ કોન્ફરન્સમાં નીતિ ઘડવૈયાઓ રમતગમત પ્રશાસકો ઉદ્યોગ વ્યાવસાયિકો કોચ અને વિદ્યાર્થીઓ સહિત ૪૦૦થી વધુ લોકો ભાગ લે તેવી અપેક્ષા છે.

(9:35 AM IST)