News of Wednesday, 17th December 2025
મહારાષ્ટ્રની સરકારી હોસ્પિટલોમાં હવે એઆઈના ઉપયોગ સાથે મળશે ‘સ્માર્ટ ટ્રીટમેન્ટ'
ફડણવીસનો મહત્વપૂર્ણ નિર્ણય

મુંબઈ, તા.૧૭: મહારાષ્ટ્રની આરોગ્ય સેવાઓમાં આમૂલ પરિવર્તન લાવવા માટે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે એક ક્રાંતિકારી નિર્ણય લીધો છે. મુંબઈમાં મુખ્યમંત્રીના સત્તાવાર નિવાસસ્થાન વર્ષા ખાતે યોજાયેલી જાહેર આરોગ્ય વિભાગની સમીક્ષા બેઠકમાં તેમણે જાહેરાત કરી હતી કે હવે રાજ્યની સરકારી હોસ્પિટલોમાં કળત્રિમ બુદ્ધિ એટલે કે એઆઈ ટેકનોલોજીનો મોટા પાયે ઉપયોગ કરવામાં આવશે.
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે એઆઈ અને ડિજિટલ ટેકનોલોજીના ઉપયોગથી સારવાર વધુ સચોટ અને સમયસર બનશે તેમજ ગ્રામીણ અને દૂરના વિસ્તારોમાં પણ અત્યાધુનિક સુવિધાઓ પહોંચાડવી શકય બનશે. આ બેઠકમાં આરોગ્ય મંત્રી પ્રકાશ અબિતકર પણ હાજર રહ્યા હતા.
આપલે ગાંવ આરોગ્ય સંપન્ન ગાંવ યોજના, આ યોજનાને વધુ મજબૂત બનાવવામાં આવશે અને સિકલ સેલ રોગની સારવાર સુવિધાઓનો વિસ્તાર કરવામાં આવશે.
કર્મચારીઓ માટે રાહત, તબીબી અધિકારીઓ માટે સરળ ભરતી પ્રક્રિયા મહેનતાણામાં વધારો અને કરાર પરના કર્મચારીઓનું વહેલું નિયમિતકરણ કરવામાં આવશે. ગુણવત્તા સુધારણા, આરોગ્ય સંસ્થાઓ માટે સ્ટાર રેટિંગ સિસ્ટમ લાગુ કરવામાં આવશે અને હેલ્પલાઇનને વધુ મજબૂત બનાવાશે. મુખ્યમંત્રી ફડણવીસે ખાતરી આપી હતી કે માનવ સંસાધન અને આધુનિક ટેકનોલોજીના સુમેળ દ્વારા રાજ્યની જાહેર આરોગ્ય વ્યવસ્થામાં એક નવો યુગ શરૂ થશે.
(2:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
