<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th December 2025

૩૨૦૦ કરોડના શરાબ કૌભાંડમાં ઈડીની મોટી કાર્યવાહી: પૂર્વ સીએમના પૂર્વ સેક્રેટરી ધરપકડ

રાયપુર: છત્તીસગઢમાં ગાજેલા ૩૨૦૦ કરોડ રૂપિયાના શરાબ કૌભાંડમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે ઈડીએ મોટી કાર્યવાહી કરી છે. ઈડીએ છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલના પૂર્વ ઉપ સચિવ સૌમ્યા ચોરસિયાની ધરપકડ કરી છે.

 

તપાસ એજન્સી દ્વારા કલાકો સુધી ચાલેલી સઘન પૂછપરછ બાદ સૌમ્યા ચોરસિયાની ધરપકડ કરવામાં આવી હતી. આ કૌભાંડમાં મની લોન્ડરિંગ અને ભ્રષ્ટાચારના ગંભીર આરોપો લાગેલા છે. ઈડીની આ કાર્યવાહીથી રાજ્યના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે અને આગામી દિવસોમાં વધુ મોટા ખુલાસા થવાની શક્યતા સેવાઈ રહી છે.

(9:51 AM IST)