News of Wednesday, 17th December 2025
કોલ્હાપુરની સઈ જાધવે રચ્યો ઇતિહાસઃ ટેરિટોરિયલ આર્મીની પ્રથમ મહિલા લેફટનન્ટ બની
૯૩ વર્ષમાં પહેલી વાર ઇન્ડિયન મિલિટરી એકેડેમીમાંથી એક મહિલા પાસપાઉટ થઈ, ટેરિટોરિયલ આર્મીની પ્રથમ મહિલા લેફટનન્ટ બની, પિતા પણ મેજર

કોલ્હાપુર,તા.૧૭: કોલ્હાપુરની ૨૩ વર્ષની સઈ જાધવે દેહરાદૂનસ્થિત પ્રતિષ્ઠિત સશસ્ત્ર દળોની સંસ્થા ઇન્ડિયન મિલિટરી ઍકેડેમી (IMA)માંથી પાસઆઉટ થનારી પ્રથમ મહિલા અધિકારી બનીને ઇતિહાસ રચ્યો છે. ૧૯૩૨માં ઍકેડેમીની સ્થાપના થઈ ત્યારથી ૬૭,૦૦૦થી વધુ ઑફિસર કેડેટ્સ પાસઆઉટ થયા છે, પરંતુ એમાં કોઈ મહિલા નહોતી. સઈના કમિશનિગ સાથે ૯૩ વર્ષનો રેકોર્ડ તૂટ્યો છે.
સઈનું કમિશનિગ તેના પરિવારમાં લાંબા સમયથી ચાલતી લશ્કરી પરંપરાને પણ અનુસરે છે. તેના પરદાદાએ બ્રિટિશ આર્મીમાં સેવા આપી હતી, તેના દાદા ભારતીય સેનામાં હતા અને તેના પિતા સંદીપ જાધવ આજે પણ સેવા આપી રહ્યા છે. IMAમાં ૯૩ વર્ષના ઇતિહાસમાં પહેલી વાર કોઈ મહિલા ઑફિસર કેડેટે આ પ્રતિષ્ઠિત સંસ્થામાં સફળતાપૂર્વક તાલીમ પૂરી કરી છે. સઈ જાધવ ટેરિટોરિયલ આર્મીના વિશિષ્ટ અભ્યાસક્રમ હેઠળ સખત તાલીમ પૂરી કરીને હવે લેફટનન્ટ બની છે.
ટેરિટોરિયલ આર્મીના સ્પેશ્યલ ટ્રેઇનિગ કોર્સમાં નોંધાયેલા ૧૬ ઑફિસર કેડેટ્સમાં તે એકમાત્ર મહિલા હતી. આ તાલીમ માત્ર શારીરિક રીતે જ નહીં, માનસિક રીતે પણ મુશ્કેલ હતી. તેની સિદ્ધિ દેશભરની હજારો યુવતીઓ માટે પ્રેરણારૂપ છે જેઓ ભારતીય સશષ દળોમાં જોડાવાનું અને રાષ્ટ્રની સેવા કરવાનું સપનું જુએ છે. સઈનું શિક્ષણ મહારાષ્ટ્રના બેલગામમાં શરૂ થયું અને અનેક રાજ્યોમાં ચાલુ રહ્યું હતું, કારણ કે તેના પિતા સંદીપ જાધવની આર્મી-પોસ્ટિંગ અલગ-અલગ સ્થળે થતી રહેતી હતી. ગ્રેજ્યુએટ થયા પછી રાષ્ટ્રીય સ્તરની પરીક્ષા પાસ કરવાથી તેના માટે સર્વિસ સિલેક્શન બોર્ડ (SSB)નો દરવાજો ખૂલ્યો હતો. તેણે ત્પ્ખ્ ખાતે છ મહિનાની સઘન અને પડકારજનક લશ્કરી તાલીમ સફળતાપૂર્વક પૂરી કરી હતી.
(9:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
