<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th December 2025

પાંચ રાજ્‍ય, બે UTsમાં એક કરોડથી વધુ મતદારોના નામ હટાવાયાં

SIR હેઠળ ત્રણ રાજ્‍ય અને બે કેન્‍દ્રશાસિત પ્રદેશની ડ્રાફટ મતદાર યાદી જાહેર

નવી દિલ્‍હી તા.૧૭: કેન્‍દ્રીય ચૂંટણી પંચે ત્રણ રાજ્‍યો અને બે કેન્‍દ્રશાસિત પ્રદેશોની મતદારયાદીના સ્‍પેશિયલ ઈન્‍ટેન્‍સિવ રિવિઝન(સર) પ્રક્રિયા અંતર્ગત ડ્રાફટ યાદી જાહેર કરી છે. આ અંતર્ગત પヘમિ બંગાળ, રાજસ્‍થાન, ગોવા અને બે કેન્‍દ્રશાસિત પ્રદેશો  લક્ષદ્વીપ અને પુડેચેરીની ડ્રાફટ મતદાર યાદીમાં કુલ મળીને ૧૨.૩૨ કરોડ મતદારોના નામ સામેલ છે, જ્‍યારે ૨૭ ઓક્‍ટોબરની મતદાર યાદીમાં ૧૩.૩૬ કરોડ લોકોના નામ મતદારયાદીમાં હતા. આમ કુલ મળી ૧.૦૪ કરોડ મતદારોના નામ યાદીમાં સામેલ કરાયા નથી. આ ફેરફાર મોત, સ્‍થળાંતર, ડુપ્‍લિકેટ નામ કે અન્‍ય કારણોસર થયો છે. જો કોઈ મતદારનું નામ ડ્રાફટ યાદીમાં નથી, તો એ ૧૬ ડિસેમ્‍બર ૨૦૨૫થી ૧૫ જાન્‍યુઆરી ૨૦૨૬ સુધી ક્‍લેમ્‍સ એન્‍ડ ઓબ્‍જેક્‍શન પીરિયડમાં ફરીથી અરજી કરી શકશે.

પヘમિ બંગાળમાં સર પ્રક્રિયા પહેલા ૭.૬૬ કરોડ મતદારો હતા. જોકે, સર પ્રક્રિયા પછી જાહેર કરાયેલા ડ્રાફટ મતદાર યાદીમાં ૭.૦૮ કરોડ મતદારોના નામ યાદી છે. આમ, પヘમિ બંગાળમાં કુલ ૫૮ લાખ જેટલા મતદારોના નામ યાદીમાંથી હટાવવામાં આવ્‍યા છે.

રાજસ્‍થાનમાં સર પ્રક્રિયા પછી કુલ ૫.૦૪ કરોડ મતદારોમાંથી લગભગ ૪૪ લાખ નામ મૂળ મતદાર યાદીમાંથી હટાવવામાં આવ્‍યા છે. ગોવામાં કુલ ૧૧.૦૮ લાખ મતદારોમાંથી ૧૦.૮૪ લાખ મતદારોએ પોતાના ફોર્મ સબમિટ કર્યા છે, એટલે કુલ મળીને ૧૦૦૦૪૨ નામ યાદીમાં હટાવવામાં આવ્‍યા છે.  કેન્‍દ્રશાસિત પ્રદેશ લક્ષદ્વીપમાં ૫૮ હજાર મતદારો પૈકી ૫૬૩૮૩ મતદારોના નામ ડ્રાફટ યાદીમાં છે.

 

(10:10 AM IST)