<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th December 2025

ચાંદીમાં ફરી તેજી : ૭૦૦૦ રૂા.નો ઉછાળો

ચાંદી ૧ કિલોના ભાવ ર,૦૦,૦૦૦ રૂા. હતા તે વધીને ર,૦૭,૦૦૦ ની નવી ટોચે : ર૪ કલાકમાં ચાંદીમાં ૧૧,૦૦૦ રૂપીયાનો ઉછાળો

રાજકોટ, તા.,૧૭: બુલીયન માર્કેટમાં ચાંદીમાં આજે ફરી તેજીનો તરખાટ જોવા મળ્‍યો હતો. એક જ ઝાટકે ૭૦૦૦ રૂપીયાનો ઉછાળો થતા ચાંદીના ભાવ ર,૦૭,૦૦૦ ની નવી ટોચની સપાટી બનાવી છે.

બુલીયન માર્કેટમાં સેન્‍ટમાં તેજીને પગલે સ્‍થાનીક બજારમાં આજે ચાંદીમાં ૭૦૦૦ રૂપીયાનો ભાવવધારો થયો છે. ગઇકાલે રાત્રે ચાંદી ૧ કિલોના ભાવ ર,૦૦,૦૦૦ રૂપીયા હતા તે વધીને આજે ર,૦૭,૦૦૦ ની નવી ઐતિહાસિક સપાટી બનાવી છે. છેલ્લા ર૪ કલાકમાં ચાંદીમાં ૧૧,૦૦૦ રૂપીયાનો નોંધપાત્ર ભાવવધારો થયો છે. ગઇકાલે બપોરે ચાંદી ૧ કિલોના ભાવ ૧,૯૬,૦૦૦ રૂપીયા હતા તે ક્રમશઃ વધીને આજે ર,૦૭,૦૦૦ રૂપીયાની સપાટીએ ભાવ પહોંચ્‍યા છે.

વિશ્વ માર્કેટમાં ચાંદીની માંગ વધતા અને રૂપીયા સામે ડોલર નબળો પડતા ચાંદીના ભાવો વધી રહયાનું ઝવેરીબજારના સુત્રોએ જણાવ્‍યું હતું.

જો કે સોનાના ભાવમાં ખાસ કોઇ વધઘટ ન હતી. સોનુ ૧૦ ગ્રામના ભાવ ૧,૩૬,પ૦૦ રૂા. હતા. 

(3:04 PM IST)