News of Wednesday, 17th December 2025
‘‘વંદે માતરમ''નું શાળા-કોલેજો-મદ્રેસાઓમાં દરરોજ પઠન-ગાન કરાવોઃ રામભાઇ મોકરીયા
રાજયસભાના માધ્યમથી નરેન્દ્રભાઇ અને અમિતભાઇ પાસે માંગણી કરતા રાજયસભાના સાંસદ

રાજકોટ તા. ૧૭: રાષ્ટ્ર ગીત ‘‘વંદે માતરમ્'' નું પઠન નિયમિત રીતે દરરોજ તમામ શાળા/ કોલેજો અને મદ્રેસાઓમાં કરવામાં આવે તેવી રાજ્ય સભામાં રાજ્યસભાના સભ્ય શ્રી રામભાઈ મોકરીયાએ માંગણી કરી છે.
ભારત સરકારના ઉપલા ગ્રહ (રાજ્યસભા) માં રાષ્ટ્રીયગીત વંદે માતરમ્ નાં સ્વર્ણિમ ઈતિહાસ અંગેની ચર્ચામા સક્રિય ભાગ લઇ રાજ્યસભાના સભ્ય રામભાઈ મોકરીયા એ, જણાવ્યું કે, ભારત દેશમાં મહાન રાષ્ટ્રીય ચેતના જગાવવા અને નિયતિમા બદલાવ લાવવા શ્રી બંકીમચંદ્ર ચટોપાધ્યાયજીએ ‘‘વંદે માતરમ્'' ગાનની રચના કરી પ્રથમ વખત ૭ મી નવેમ્બર,૧૮૭૫ ના રોજ ‘‘બંગ દર્શન'' મા પ્રેસ આઉટ કરેલ હતું. તેમજ બર્લિનમા ભીખાજી કામાએ આ ગીત ગયેલ હતું. અને કલકત્તા ખાતેનાં તે વખતની કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશન માં કવિવર રવીન્દ્રનાથજી ટાગોર એ આ ગીત ગાયેલ હતું.
૨૪મી જાન્યુઆરી ૧૯૫૦ નાં રોજ ભારતના તત્કાલીન રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્ર પ્રસાદજી એ તેને સ્વતંત્ર ભારતના રાષ્ટ્ર ગીત તરીકે ઘોષિત કરેલ છે. આ રાષ્ટ્રગીત યુગોની પ્રેરણાનું શ્રોત છે. અને દેશની રક્ષા કેમ કરવી તેનું સ્મરણ કરાવે છે. અને ભારત દેશની સ્વતંત્રતાની લડાઈમાં લોકોની દેશ ભાવના ને આ ગીત દ્વારા ઉજાગર કરેલ છે.
સ્વતંત્રતા પછી ઘણા વર્ષો સુધી કોંગ્રેસની સરકાર દ્વારા આ મહાન રાષ્ટ્ર ગીત ને જોઈએ તેટલું મહત્વ આપવામાં આવેલ નથી. ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના મંત્રી મંડળે નિર્ણય કર્યા મુજબ, ૭ જાન્યુઆરી ૨૦૨૫ ના રોજ પ્રારંભ કાર્યક્રમ યોજી તા.૨૫ જાન્યુઆરી ૨૦૨૫ ની આ રાષ્ટ્રીય ગીતની ૧૫૦મી જન્મજયંતી વર્ષની શાનદાર રીતે ઉજવણી કરવાનો નિરધાર કરેલ છે. ત્યારે રાજ્યસભાનાં ઉપાધ્યક્ષનાં માધ્યમથી સાંસદ રામભાઈ મોકરીયાએ ‘‘વંદે માતરમ્'' ગીતને ભારતના તમામ શાળા કોલેજો અને મદ્રેસાઓમાં દરરોજ નિયમિત રીતે આ રાષ્ટ્રગીતનું ફરજીયાત પઠન થાય તે માટે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા ગૃહ પ્રધાન અમિતભાઈ શાહ ને ભાર પૂર્વક અપીલ કરેલ છે.
(2:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
