<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th December 2025

દેશમાં ઠંડી જામી : પહાડો પર બરફ વર્ષા, મેદાનોમાં ધુમ્‍મસ

દિલ્‍હી-એનસીઆરમાં તાપમાન ઘટયું : ૧૪ રાજયોમાં ધુમ્‍મસનું એલર્ટ

નવી દિલ્‍હી, તા. ૧૭ : દેશના મોટા ભાગના વિસ્‍તારોમાં ઠંડીનો પ્રકોપ વધી રહ્યો છે. પહાડી વિસ્‍તારોમાં શુષ્‍ક અને કડકડતી ઠંડી અને ઊંચાઈ વાળા વિસ્‍તારમાં હિમવર્ષા ચાલુ છે. જ્‍યારે મેદાની વિસ્‍તારમાં ગાઢ ધુમ્‍મસ અને પ્રદૂષણ જનજીવનને અસર કરી રહ્યું છે. તો બીજી તરફ દક્ષિણ ભારત અને સમુદ્રના ક્ષેત્રોમાં ચક્રવાતને લીધે વીજળી સાથે વરસાદ અને ભારે પવનની ચેતવણી આપવામાં આવી છે.

હવામાન વિભાગના તાજા અપડેટ અનુસાર ઉત્તર-પヘમિ ભારત અને પヘમિ ડિસ્‍ટર્બન્‍સને કારણે પヘમિી જેટ સ્‍ટ્રીમની અસર જોવા મળી રહી છે. જ્‍યારે દક્ષિણમાં હવાઓની ગતિવિધિઓ સક્રિય છે. દિલ્‍હી-ફઘ્‍ય્‍ માં તાપમાન નીચું જવાબને લીધે ૫ દિવસ સુધી ધુમ્‍મસનું અનુમાન છે.

હવામાન વિભાગના જણાવ્‍યા અનુસાર ઉત્તર પાકિસ્‍તાન અને તેની આસપાસના વિસ્‍તારમાં ઊંચાઈ વાળા વિસ્‍તારમાં એક વેસ્‍ટર્ન ડિસ્‍ટર્બન્‍સ સક્રિય છે. સાથે જ બીજું એક વેસ્‍ટર્ન ડિસ્‍ટર્બન્‍સ ટ્રફ ના રૂપે હજાર છે અને આ હવામાનની પ્રણાલીઓને કારણે ઉત્તર પヘમિ ભારતમાં ઠંડકનું પ્રમાણ વધ્‍યું છે. ઉષ્‍ણકટિબંધીય પヘમિી જેટ સ્‍ટ્રીમ પણ સક્રિય છે જેની હવાની ગતિ ૧૨૦ નોટ એટલે કે લગભગ ૨૨૩ કિમીની આસપાસ છે. આ જેટ સ્‍ટ્રીમ શિયાળામાં વેસ્‍ટર્ન ડિસ્‍ટર્બન્‍સને મજબૂત કરે છે.

હવામાન વિભાગનું અનુમાન છે કે ૧૭ ડિસેમ્‍બરની રાતથી એક નવું થોડું હળવું પણ વેસ્‍ટર્ન ડિસ્‍ટર્બન્‍સ હિમાલયના વિસ્‍તારમાં વાતાવરણમાં ફેરફાર લાવી શકે છે. સપાટ વિસ્‍તારોમાં સવારે અને રાતના સમયે ગાઢ ધુમ્‍મસ છવાઈ રહેશે જેને કારણે વિઝીબીલીટી ઘણી ઓછી થઈ રહી છે. જેના લીધે રોડ અને રેલવે બંને સેવાઓ ખોરવાઇ છે. હવામાન વિભાગ અનુસાર ૧૭-૨૦ ડિસેમ્‍બર વચ્‍ચે ઉત્તર ભારતમાં મિનિમમ તાપમાન સામાન્‍યથી નીચે રહેવાની સંભાવના છે. રાતે ઠંડી વધશે જ્‍યારે દિવસે તડકો નીકળવાથી તાપમાનમાં આંશિક વધારો થઈ શકે છે. પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને દિલ્‍હીમાં ૧૭ અને ૧૮ ડિસેમ્‍બરના રોજ ગાઢ ધુમ્‍મસનું વાતાવરણ રહેશે. ઉત્તરપ્રદેશમાં ૧૭ ડિસેમ્‍બરના રોજ ગાઢ ધુમ્‍મસની ચેતવણી આપવામાં આવી છે, જ્‍યારે મધ્‍યપ્રદેશમાં ૧૭ અને ૧૮ ડિસેમ્‍બરના રોજ ગાઢ ધુમ્‍મસની અસર જણાવાઈ છે. હિમહકલ અને પૂર્વોત્તરના અમુક વિસ્‍તારોમાં પણ ધુમ્‍મસ વધી શકે છે. પૂર્વ ઉત્તર પ્રદેશમાં ઠંડીની અસર વધુ જોવા મળી શકે છે. આવનાર દિવસોમાં હવાની ગતિ પછી રહેવાને કારણે ઠંડી અને ધુમ્‍મસમાં વધારો થવાની સંભાવના રહેલી છે.

દિલ્‍હી-એનસીઆરમાં સોમવારની સરખામણીમાં મંગળવારે તડકો નીકળ્‍યો હતો અને હવા પણ હતી. જેના કારણે સવારના સમયે વધારે ધુમ્‍મસનું પ્રમાણ નહોતું. જ્‍યારે મંગળવારે ધુમ્‍મસને લઈ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્‍યું હતું. અને મિનિમમ તાપમાનમાં ફરી એકવાર ઘટાડો નોંધાયો હતો.

હવામાન વિભાગે ૧૭-૨૨ ડિસેમ્‍બર સુધી હલકાથી મધ્‍યમ સ્‍તરના ધુમ્‍મસનું અનુમાન લગાવ્‍યું છે. તો ૧૭ ડિસેમ્‍બરના રોજ રાતથી હિમાલયના વિસ્‍તારમાં વેસ્‍ટર્ન ડિસ્‍ટર્બન્‍સને કારણે ૪-૫ દિવસ આંશિક વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે. દિલ્‍હીમાં મંગળવારે મહત્તમ તાપમાન ૨૪.૯ ડિગ્રી અને લઘૂટં તાપમાન ૮.૩ ડિગ્રી નોંધાયું હતું. જ્‍યારે સોમવારે મહત્તમ તાપમાન ૨૩.૭ અને લઘુત્તમ તાપમાન ૧૦ ડિગ્રી નોંધાયું હતું.

હવામાન વિભાગે ૧૪ રાજ્‍યોમાં ગાઢ ધુમ્‍મસનું એલર્ટ જારી કરવામાં આવ્‍યું છે. ઉત્તર પ્રદેશ, મધ્‍યપ્રદેશ, અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્‍ડ, મિઝોરમ, ત્રિપુરા, હિમાચલ પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, રાજસ્‍થાન, ઓડિશામાં ધુમ્‍મસનું એલર્ટ જાહેર કરવામાં આવ્‍યું છે. ડિસેમ્‍બરની ઠંડી હવે દેશના ઘણા ભાગોને અસર કરવા લાગી છે. હવામાન વિભાગના જણાવ્‍યા અનુસાર, ૧૭થી ૨૧ ડિસેમ્‍બર દરમિયાન ઉત્તર ભારત, મધ્‍ય ભારત અને ઉત્તરપૂર્વ ભારતના ઘણા વિસ્‍તારોમાં સવારે ગાઢથી ખૂબ જ ગાઢ ધુમ્‍મસ પડવાની સંભાવના છે. કેટલાક રાજ્‍યોમાં શીત લહેરની સ્‍થિતિ પણ વિકસી શકે છે, જેનાથી સામાન્‍ય જનજીવન તેમજ માર્ગ, રેલ અને હવાઈ ટ્રાફિક ખોરવાઈ શકે છે.

હવામાન વિભાગે એમ પણ જણાવ્‍યું હતું કે, ૧૭થી ૨૦ ડિસેમ્‍બર દરમિયાન ઉત્તર પ્રદેશ અને પૂર્વ મધ્‍ય પ્રદેશના કેટલાક વિસ્‍તારોમાં સવારે ગાઢથી ખૂબ જ ગાઢ ધુમ્‍મસ પડવાની સંભાવના છે. ખાસ કરીને ઉત્તર પ્રદેશમાં, ૧૭ ડિસેમ્‍બરે ઘણા સ્‍થળોએ ખૂબ જ ગાઢ ધુમ્‍મસ પડવાની સંભાવના છે અને ૧૮ ડિસેમ્‍બરે કેટલાક વિસ્‍તારોમાં આ સ્‍થિતિ ચાલુ રહી શકે છે. વધુમાં, ૧૭થી ૨૧ ડિસેમ્‍બર દરમિયાન ઉત્તરપ?મિ અને ઉત્તરપૂર્વ ભારતના વિવિધ વિસ્‍તારોમાં સવારે ગાઢ ધુમ્‍મસ પડવાની ચેતવણી જારી કરવામાં આવી છે

 

(2:33 PM IST)