News of Wednesday, 17th December 2025
ઈથોપિયાની સંસદમાં વંદેમાતરમ ગુંજ્યું: પીએમ મોદીએ સત્રને સંબોધિત કર્યુ
આફ્રિકન ભૂમિ પર ભારતની સંસ્કૃતિ અને ગુજરાતના વારસાનો શંખનાદ કર્યો

નવી દિલ્હી, તા.૧૭: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની ઇથોપિયા મુલાકાત દરમિયાન આફ્રિકન ભૂમિ પર ભારતની સંસ્કળતિ અને ગુજરાતના વારસાનો શંખનાદ કર્યો છે. ઇથોપિયાની સંસદના સંયુક્ત સત્રને સંબોધતા પીએમ મોદીએ બંને દેશો વચ્ચેના સમાન ગુણોની વાત કરી હતી. તેમણે ગૌરવ સાથે જણાવ્યું કે, જે રીતે મારું ગળહ રાજ્ય ગુજરાત સિંહોની ભૂમિ તરીકે ઓળખાય છે, તેવી જ રીતે ઇથોપિયા પણ તેના પ્રતાપી સિંહો માટે વિશ્વભરમાં વિખ્યાત છે. આ સરખામણીએ સંસદમાં હાજર તમામ સાંસદોના દિલ જીતી લીધા હતા અને ભારત-ઇથોપિયાના સંબંધોમાં એક નવો અધ્યાય લખવાની શરૂઆત કરી હતી.
પોતાના સંબોધનમાં પીએમ મોદીએ આધ્યાત્મિક અને ભાવનાત્મક જોડાણ સ્થાપિત કરતા કહ્યું કે, ભારતનું રાષ્ટ્રીય ગીત વંદે માતરમ અને ઇથોપિયાનું રાષ્ટ્રગીત બંને પોતાની ધરતીને માતા કહીને સંબોધે છે. આ સમાનતા દર્શાવે છે કે આપણી સંસ્કળતિ કેટલી ઊંડી અને સમાન છે. તેમણે વધુમાં ઉમેર્યું કે આ ભૂમિ માત્ર જૂની સભ્યતાનું પ્રતીક નથી, પરંતુ અહીંના ઉર્જાવાન યુવાનો ભવિષ્યને નવો આકાર આપી રહ્યા છે. ભારત તરફથી ૧.૪ અબજ લોકોની મિત્રતા, સદ્ભાવના અને ભાઈચારાનો સંદેશો લઈને આવેલા મોદીએ ઇથોપિયન લોકશાહી યાત્રા પ્રત્યે ઊંડો આદર વ્યક્ત કર્યો હતો.
આ મુલાકાતનું સૌથી મોટું આકર્ષણ પીએમ મોદીને એનાયત કરવામાં આવેલું ઇથોપિયાનું મહાન સન્માન નિશાન રહ્યું હતું. ઇથોપિયાના આ સર્વોચ્ચ નાગરિક સન્માનને સ્વીકારતા પીએમ મોદીએ અત્યંત નમ્રતા સાથે કહ્યું કે, તેઓ પોતે ભાગ્યશાળી છે કે તેમને આ સન્માન મળ્યું, પરંતુ વાસ્તવમાં આ સન્માન ભારતના દરેક નાગરિકનું છે. તેમણે સંસદની ભવ્ય ઇમારતનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, અહીં લોકોની ઈચ્છા જ રાજ્યની ઈચ્છા બને છે અને જ્યારે આ બંને એક થાય છે ત્યારે જ વિકાસના પૈડાં ગતિ પકડે છે.
પીએમ મોદીની આ બે દિવસીય મુલાકાત માત્ર રાજદ્વારી શિષ્ટાચાર પૂરતી સીમિત ન રહેતા, આર્થિક અને સામાજિક સહયોગના નવા દ્વાર ખોલનારી સાબિત થઈ છે. તેમણે ઇથોપિયાના ખેડૂતો, સાહસિક ઉદ્યોગપતિઓ અને નેતળત્વ કરતી મહિલાઓ સાથે સંવાદ સાધીને ટેકનોલોજી અને વિકાસમાં ભાગીદારીની ખાતરી આપી હતી. બુધવારે સાંજે ઓમાન જવા રવાના થતા પહેલા પીએમ મોદીએ ભારત-આફ્રિકાના સંબંધોમાં એક મજબૂત અને અતૂટ વિશ્વાસનો પાયો નાખ્યો છે, જે આગામી દાયકાઓમાં વૈશ્વિક રાજનીતિમાં મહત્વની ભૂમિકા ભજવશે.
(2:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
