<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th December 2025

હવે હું સાર્થકના પિતા તરીકે ઓળખાઇશ

સાંસદ પિતા પપ્‍પુ યાદવની સોશિયલ મીડિયામાં ભાવુક પોસ્‍ટ શાહરૂખ ખાનની ટીમે સાર્થક રંજનને ૩૦ લાખમાં ખરીદ્યો

નવી દિલ્‍હી : ક્રિકેટના મહાકુંભ ગણાતી આઇપીએલ ૨૦૨૬ની હરાજી માત્ર પૈસાના વરસાદ માટે જ નહીં, પરંતુ ખેલાડીઓ અને તેમના પરિવારોની લાગણીઓ માટે પણ જાણીતી છે. આ વખતની હરાજીમાં એક એવી ઘટના બની જેણે રાજકીય અને ક્રિકેટ જગત બંનેનું ધ્‍યાન ખેંચ્‍યું છે. બિહારના પૂર્ણિયાના લોકપ્રિય અને અપક્ષ સાંસદ પપ્‍પુ યાદવ માટે ગઇકાલનો દિવસ ગર્વ અને ભાવુકતાથી ભરેલો રહ્યો હતો. તેમના પુત્ર સાર્થક રંજનને કોલકાતા નાઇટ રાઇડર્સએ પોતાની ટીમમાં સામેલ કર્યો છે, જે એક પિતા તરીકે તેમના માટે મોટી સિદ્ધિ સમાન છે.

પોતાના પુત્રની આઇપીએલ ટીમમાં પસંદગી થયાના સમાચાર મળતાની સાથે જ પપ્‍પુ યાદવ પોતાની લાગણીઓ રોકી શક્‍યા ન હતા. તેમણે સોશિયલ મીડીયા પ્‍લેટફોર્મ ‘X' પર એક હૃદયસ્‍પર્શી પોસ્‍ટ લખી હતી જે હાલ ખૂબ વાઇરલ થઇ રહી છે. તેમણે લખ્‍યું હતું કે, ‘‘અભિનંદન દીકરા! મેદાનમાં સખત મહેનત કરજે અને માત્રતારી પ્રતિભાના જોરે તારી અલગ છાપ છોડજે. તારી તમામ ઇચછાઓ પૂર્ણ થાય એવી ભગવાનને પ્રાર્થના. આજથી એક નવી શરૂઆત થઇ છે, હવે હું ‘સાર્થકના પિતા' તરીકે ઓળખાઇશ.'' આ શબ્‍દો દર્શાવે છે કે એક પિતા માટે પુત્રની સફળતા કેટલી મહત્‍વની હોય છે, ભલે તેપિતા પોતે ગમે તેટલા મોટા હોદા પર હોય.

ઘણા લોકોને પ્રશ્‍ન થતો હશે કે સાર્થક રંજનમાં એવું તો શું ખાસ છે? તોતમને જણાવી દઇએ કે સાર્થકની પસંદગી માત્ર પિતાના નામનેકારણે નથી થઇ, પરંતુ તેના તાજેતરના પ્રદર્શનને કારણે થઇ છે. દિલ્‍હી પ્રીમિયર લીગમાં નોર્થ દિલ્‍હી સ્‍ટ્રાઇકર્સ તરફથી રમતા સાર્થકે જે બેટિંગ કરી હતી તેણે બધાનું ધ્‍યાન ખેચ્‍યું હતું. તેણે માત્ર ૫૮ બોલમાં ૭ ગગનચુંબી છગ્‍ગા અને ૭ ચોગ્‍ગાની મદદથી આક્રમક સદી ફટકારી હતી. આ ઇનિંગે સાબિત કર્યું હતું કે તે ટી૨૦ ફોર્મેટ માટે યોગ્‍ય દાવેદાર છે. કેકેઆર એ તેને તેની બેઝ પ્રાઇઝ રૂ. ૩૦ લાખમાં ખરીદ્યો છે. હવે જોવાનું એ રહેશે કેતેને પ્‍લેઇંગ ઇલેવનમાં  તક મળે છે કે કેમ.

(3:28 PM IST)