<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th December 2025

જ્યારે 5 ફૂટની જ્યોર્જિયા મેલોની સામે 7 ફૂટના રાષ્ટ્રપતિ આવીને ઉભા રહ્યા! વાયરલ વીડિયો જોઈ લોકો બોલ્યા- 'મેલોનીની ગરદન તો નહીં દુખી ગઈ હોય ને?'

રોમમાં રાજદ્વારી મુલાકાત બની રમુજી: ફોટોગ્રાફરોએ બંનેને એક ફ્રેમમાં લેવા માટે જમીન પર સૂવું પડ્યું, સોશિયલ મીડિયા પર ઈટાલીના PM ના એક્સપ્રેશનના ફેન્સ થયા ફિદા

રોમ, તા.17: રાજદ્વારી મુલાકાતો સામાન્ય રીતે ગંભીર ચર્ચાઓ માટે જાણીતી હોય છે, પરંતુ ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની અને મોઝામ્બિકના રાષ્ટ્રપતિ ડેનિયલ ફ્રાન્સિસ્કો ચાપો વચ્ચેની તાજેતરની મુલાકાતે આખી દુનિયાનું ધ્યાન ખેંચ્યું છે. આ ચર્ચા કોઈ કરારને લીધે નહીં, પરંતુ બંને નેતાઓ વચ્ચેના 'હાઈટ ડિફરન્સ' (ઊંચાઈના તફાવત) ને કારણે થઈ રહી છે. 6 ફૂટ 8 ઈંચ ઊંચા ચાપો જ્યારે 5 ફૂટ 2 ઈંચ ઊંચા મેલોનીને મળ્યા, ત્યારે તે દ્રશ્ય સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થયું છે.

મેલોનીના આશ્ચર્યચકિત એક્સપ્રેશને જીત્યા દિલ

રોમમાં યોજાયેલી આ બેઠકમાં જ્યારે મેલોનીએ ચાપો સાથે હાથ મિલાવ્યા, ત્યારે તેમણે રાષ્ટ્રપતિનો ચહેરો જોવા માટે પોતાની ગરદન પૂરી ઊંચી કરવી પડી હતી. મેલોનીના ચહેરા પરનું આશ્ચર્ય અને તેમનું સ્મિત કેમેરામાં કેદ થઈ ગયું હતું. ઈન્ટરનેટ યુઝર્સ આ વીડિયો પર મજેદાર કોમેન્ટ્સ કરી રહ્યા છે. કોઈએ લખ્યું કે, "મેલોની પોતાની લાગણીઓ છુપાવતી નથી," તો કોઈએ ચિંતા વ્યક્ત કરી કે, "આટલી ઊંચાઈએ જોવામાં તેમની ગરદન તો નહીં દુખી ગઈ હોય ને?"

ફોટોગ્રાફરો માટે પડકારજનક ક્ષણ

આ મુલાકાત દરમિયાન સૌથી વધુ મહેનત ફોટોગ્રાફરોએ કરવી પડી હતી. 6.8 ફૂટના રાષ્ટ્રપતિ અને 5.2 ફૂટના વડાપ્રધાનને એક જ ફોટો ફ્રેમમાં સમાવવા માટે ફોટોગ્રાફરોએ જમીન પર ઝૂકવું પડ્યું હતું અને કેટલાક તો જમીન પર સૂઈ ગયા હતા. જોકે, આ હળવી ક્ષણો વચ્ચે બંને દેશોએ ઊર્જા, વેપાર અને આફ્રિકાના વિકાસ જેવા ગંભીર મુદ્દાઓ પર મહત્વની સમજૂતીઓ કરી હતી.

(4:31 PM IST)