<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th December 2025

નૌસેનાને MH-60R ‘રોમિયો’ હેલિકોપ્ટરોનું બીજું સ્કવોડ્રન મળશે

ગોવામાં INS હંસા ખાતે નૌસેનાને સમર્પિત કરશે : ભારતીય નૌકાદળની એકંદર ઉડ્ડયન ક્ષમતાઓમાં નોંધપાત્ર વધારો થશે

નવી દિલ્હી : ભારતીય નૌસેનાની શક્તિમાં વધારો થવા જઈ રહ્યો છે કારણ કે નૌસેનાને MH-60R ‘રોમિયો’ હેલિકોપ્ટરોનું બીજું સ્કવોડ્રન મળવાનું છે, જેને ગોવામાં INS હંસા ખાતે નૌસેનાને સમર્પિત કરવામાં આવશે; આ સાથે ભારતીય નૌકાદળની એકંદર ઉડ્ડયન ક્ષમતાઓમાં નોંધપાત્ર વધારો થશે અને દરિયામાં છુપાયેલી સબમરીનને શોધીને નષ્ટ કરવા સક્ષમ એવા અદ્યતન શસ્ત્રો, સેન્સર અને એવિઓનિક્સ સિસ્ટમ્સથી સજ્જ આ હેલિકોપ્ટર નૌસેનાં માટે અત્યંત ઉપયોગી સાબિત થશે.

(6:20 PM IST)