<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th December 2025

પાયલ ગેમિંગના નામે વાયરલ થયેલા 'MMS' પાછળનું શું છે સત્ય? ડીપફેક વીડિયોના વિવાદ વચ્ચે છત્તીસગઢની આ ગેમરે મૌન તોડ્યું, જાણો કેટલી છે તેની કુલ સંપત્તિ

૨૧ વર્ષની ઉંમરે કરોડોની માલિક અને પીએમ મોદીને મળી ચૂકેલી પાયલ ધારે સોશિયલ મીડિયા પર શિકાર બની: "આ વીડિયો મારો નથી", બદનામ કરવાના ષડયંત્ર સામે ગેમિંગ ક્વીનનો ફૂંફાડો

નવી દિલ્હી: ગેમિંગની દુનિયામાં માત્ર પુરુષોનું જ વર્ચસ્વ છે તેવા વલણને તોડનાર ૨૧ વર્ષીય પાયલ ધારે, જે 'પાયલ ગેમિંગ' તરીકે જાણીતી છે, તે હાલમાં એક દુર્ભાગ્યપૂર્ણ વિવાદને કારણે ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર એક વાંધાજનક MMS ક્લિપ વાયરલ થઈ હતી, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે તે પાયલ છે. જોકે, સત્ય કંઈક અલગ જ બહાર આવ્યું છે. ફેક્ટ-ચેક દ્વારા જાણવા મળ્યું છે કે આ વીડિયો અસલી નથી પરંતુ AI ટેકનોલોજીની મદદથી બનાવેલો 'ડીપફેક' વીડિયો છે.
  : આ ફેક વીડિયો વાયરલ થયા બાદ પાયલ ગેમિંગે મૌન તોડ્યું છે. તેણે ઈન્સ્ટાગ્રામ પર એક ભાવુક પોસ્ટ શેર કરતા લખ્યું કે, "મેં ક્યારેય નહોતું વિચાર્યું કે મારે આવી અંગત અને પરેશાન કરનારી બાબત પર જાહેરમાં સ્પષ્ટતા આપવી પડશે. જે વીડિયો મારા નામે શેર થઈ રહ્યો છે, તેને મારી ઓળખ કે મારી પસંદગી સાથે કોઈ લેવાદેવા નથી. આ વીડિયો મારો નથી." પાયલના સમર્થનમાં લાખો ચાહકો અને ગેમિંગ ઈન્ડસ્ટ્રીના દિગ્ગજો મેદાનમાં આવ્યા છે.
 વર્ષ ૨૦૦૦માં છત્તીસગઢમાં જન્મેલી પાયલે ૨૦૧૯માં યુટ્યુબ સફર શરૂ કરી હતી. આજે તે S8UL Esports જેવી મોટી સંસ્થા સાથે જોડાયેલી છે. તેની લોકપ્રિયતા એટલી છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદીએ પણ તેની સાથે મુલાકાત કરી હતી. પીએમ મોદી સાથે તેણે ભારતીય પૌરાણિક કથાઓ પર આધારિત ગેમ્સ અને ગેમિંગમાં કરિયર વિશે ચર્ચા કરી હતી. પાયલને ૨૦૨૪માં આંતરરાષ્ટ્રીય સ્તરે 'ગેમિંગ ક્રિએટર ઓફ ધ યર' નો એવોર્ડ પણ મળ્યો છે.
: પાયલ ગેમિંગની સફળતાના આંકડા ચોંકાવનારા છે. ઇન્સ્ટાગ્રામ પર ૪.૨ મિલિયન અને યુટ્યુબ પર ૪.૪૯ મિલિયનથી વધુ સબ્સ્ક્રાઇબર્સ ધરાવતી પાયલ દર મહિને અંદાજે ₹૮ થી ૯ લાખની કમાણી કરે છે. રિપોર્ટ્સ અનુસાર, તેની કુલ સંપત્તિ ₹૧૦ કરોડની આસપાસ હોવાનું મનાય છે. સેમસંગ અને વનપ્લસ જેવી મોટી બ્રાન્ડ્સ તેની સાથે સહયોગ કરવા માટે ઉત્સુક રહે છે. આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે ઈન્ટરનેટ પર જાણીતા ચહેરાઓને ડીપફેક ટેકનોલોજી દ્વારા બદનામ કરવાનું જોખમ વધી રહ્યું છે. પાયલે મક્કમતાથી આ ષડયંત્રનો સામનો કરીને સાબિત કર્યું છે કે તે માત્ર ગેમમાં જ નહીં, પણ અસલી જિંદગીમાં પણ એક લડાયક પ્રતિભા છે.

(8:34 PM IST)