<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th December 2025

પંજાબ સ્થાનિક ચૂંટણીમાં AAPનો ભવ્ય વિજય, પાર્ટીએ પ્રચંડ જનાદેશ માટે જનતાનો આભાર માન્યો

પંજાબ AAPના પ્રદેશ પ્રમુખ અમન અરોરાએ જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિના સભ્યોને અભિનંદન આપ્યા. તેમણે જણાવ્યું કે AAP પંજાબની અપેક્ષાઓ પૂર્ણ કરવા માટે પ્રામાણિકતા, પારદર્શિતા અને સમર્પણ સાથે કામ કરવાનું ચાલુ રાખશે.

આમ આદમી પાર્ટી પંજાબના પ્રમુખ અમન અરોરાએ જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીમાં પાર્ટીને પ્રચંડ બહુમતી આપવા બદલ પંજાબના લોકોનો આભાર માન્યો. તેમણે પરિણામોને AAP સરકારના શાસન અને લોકલક્ષી નીતિઓનું સ્પષ્ટ સમર્થન ગણાવ્યું. 

  ચંદીગઢમાં એક પત્રકાર પરિષદ દરમિયાન પત્રકારોને સંબોધતા, અમન અરોરાએ ચૂંટણીના સફળ સંચાલન બદલ પંજાબના લોકોને અભિનંદન આપ્યા. તેમણે કહ્યું કે 14મી તારીખે મતદાન તાજેતરના સમયમાં સૌથી શાંતિપૂર્ણ અને ન્યાયી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાંની એક હતી, જે કોઈપણ અનિચ્છનીય ઘટના વિના સુગમતાથી અને સરળતાથી યોજાઈ હતી.

   અમન અરોરાએ જણાવ્યું હતું કે પરિણામો સ્પષ્ટપણે આમ આદમી પાર્ટીના પક્ષમાં સર્વસંમતિથી જનાદેશ દર્શાવે છે. તેમણે કહ્યું કે તેઓ લોકશાહીને મજબૂત કરવા અને સુશાસનમાં વિશ્વાસ વ્યક્ત કરવા બદલ તમામ પંજાબીઓને અભિનંદન આપે છે. 

  તેમણે AAP ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન, પાર્ટીના નેતાઓ, ધારાસભ્યો, ઉમેદવારો અને ખાસ કરીને સમર્પિત સ્વયંસેવકોને અભિનંદન આપ્યા. તેમણે કહ્યું કે આ જીત છેલ્લા કેટલાક વર્ષોમાં AAP સરકારના કાર્ય અને પાયાના સ્તરે સ્વયંસેવકોના અથાક પ્રયાસોનું પરિણામ છે 

  અમન અરોરાએ કહ્યું કે AAP 60 ઝોનમાં જીત મેળવી, જે જંગી જીત દર્શાવે છે, જ્યારે કોંગ્રેસ 7 ઝોનમાં, શિરોમણી અકાલી દળે 1 ઝોનમાં, અપક્ષ ઉમેદવારોએ 2 ઝોનમાં અને ભાજપે 1 ઝોનમાં જીત મેળવી. જાહેર કરાયેલા જિલ્લા પરિષદના લગભગ 85% પરિણામો AAP ના પક્ષમાં રહ્યા છે, જે સ્પષ્ટપણે પક્ષની નીતિઓ અને નેતૃત્વમાં જનતાનો વિશ્વાસ દર્શાવે છે.

આ જીતને જંગી ગણાવતા અમન અરોરાએ કહ્યું કે પાર્ટી છેલ્લા ચાર વર્ષમાં AAP સરકારે કરેલા કાર્યોને ઉજાગર કરવા માટે જનતાની અદાલતમાં ગઈ છે, અને પંજાબના લોકોએ સરકારના શાસનને મંજૂરી આપી છે

 

(12:45 AM IST)