News of Thursday, 18th December 2025
ટ્રમ્પની ૧૪.૫૦ લાખ સૈનિકોને નાતાલની મોટી ભેટ: દરેક જવાનને મળશે ૧૭૭૬ ડોલરનું વૉરિયર ડિવિડન્ડ

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નાતાલ પૂર્વે સેનાના જવાનો માટે એક ઐતિહાસિક જાહેરાત કરી છે. અમેરિકાના આઝાદીના વર્ષ ૧૭૭૬ ની યાદમાં ટ્રમ્પ ૧૪,૫૦,૦૦૦ થી વધુ સૈનિકોને ૧૭૭૬ ડોલરનું ખાસ વૉરિયર ડિવિડન્ડ મોકલશે. ટ્રમ્પે જણાવ્યું હતું કે આ રકમ દેશની રક્ષા કરતા જવાનોના સન્માનમાં આપવામાં આવશે.
આ સાથે જ તેમણે આગામી વર્ષે અમેરિકાના ઇતિહાસમાં સૌથી મોટા ટેક્સ કાપની પણ જાહેરાત કરી છે, જેનાથી અનેક પરિવારોને વર્ષે ૧૧૦૦૦ થી ૨૦૦૦૦ ડોલરની બચત થશે અને આવનારી વસંત ઋતુમાં ટેક્સ રિફંડના તમામ રેકોર્ડ તૂટી જશે.
(9:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
