<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th December 2025

દિલ્હી-એનસીઆરમાં પ્રદૂષણનું તાંડવ: ગ્રેપ-૪ લાગુ અને ૫૦ ટકા કર્મચારીઓને ઘરેથી કામ કરવાનો આદેશ

રાષ્ટ્રીય રાજધાનીમાં પ્રદૂષણ અને ધુમ્મસની ઘાટી ચાદર છવાયેલી રહેતા સરકારે નિયંત્રણ માટે કડક પગલાં લીધા છે અને સરકારી કચેરીઓમાં અડધા કર્મચારીઓને ઘરેથી કામ કરવા સૂચના આપી છે.

 

દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં હવાનું સ્તર અત્યંત જોખમી સપાટીએ પહોંચી ગયું છે. ઈન્ડિયા ગેટ સહિતના વિસ્તારોમાં પ્રદૂષણને કારણે સ્મોગનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે, જેના કારણે વિઝિબિલિટી પણ ઘટી ગઈ છે. સ્થિતિને ગંભીરતાથી લેતા દિલ્હી-એનસીઆરમાં પ્રદૂષણ નિયંત્રણના ચોથા તબક્કાના કડક નિયમો લાગુ કરી દેવામાં આવ્યા છે. 

 

સરકારે પ્રદૂષણ ઘટાડવા માટે મહત્વનો નિર્ણય લેતા કચેરીઓમાં ૫૦ ટકા કર્મચારીઓને ઘરેથી કામ કરવા માટે આદેશ આપ્યો છે. આ ઉપરાંત, આજથી પ્રદૂષણ નિયંત્રણ પ્રમાણપત્ર વગરના વાહનોને દિલ્હીમાં ઈંધણ પણ નહીં મળે તેવી કડક જોગવાઈ અમલી બની છે.

(9:48 AM IST)