<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th December 2025

પાકિસ્તાનમાં ઈમરાન ખાનની બહેનો અને સમર્થકો સામે આતંકવાદ વિરોધી કાયદા હેઠળ કેસ દાખલ: અદિયાલા જેલની બહાર વિરોધ પ્રદર્શન કરવા બદલ પાકિસ્તાન પોલીસે પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની બહેનો અને ડઝનબંધ કાર્યકરો સામે કડક કાર્યવાહી કરી

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની મુશ્કેલીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેલમાં બંધ નેતા ઈમરાન ખાનને મળવાની મંજૂરી ન મળતા તેમની બહેનો અને પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ પક્ષના નેતાઓ તેમજ વકીલોએ અદિયાલા જેલની બહાર ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ વિરોધ પ્રદર્શન બદલ પાકિસ્તાન પોલીસે ઈમરાન ખાનની બહેનો અને મોટી સંખ્યામાં સમર્થકો સામે આતંકવાદ વિરોધી કાયદા હેઠળ કેસ નોંધીને ધરપકડની કાર્યવાહી હાથ ધરી છે. અધિકારીઓએ સુરક્ષાના કારણોસર મુલાકાતનો ઇનકાર કર્યા બાદ આ વિરોધ કરવામાં આવ્યો હતો.

(9:49 AM IST)