<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th December 2025

કાલે ‘એપસ્‍ટીન'ના પાપનું પોટલું ખૂલશેઃ વૈશ્વિક રાજકારણમાં ભૂકંપ આવવાના એંધાણ

યુએસ કોંગ્રેસ અને રાષ્ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રમ્‍પની મંજૂરી બાદ આ ફાઈલ્‍સ હવે જનતા સમક્ષ આવશે, જેમાં રાજકારણીઓ, હોલીવુડ સેલિબ્રિટીઝ અને ઉદ્યોગપતિઓના નામ સામેલ હોઈ શકે છે : એપસ્‍ટીન અને તેની પ્રેમિકા ગીસ્‍લેન મેક્‍સવેલ સાથે મળીને આ સેક્‍સ નેટવર્કમાં ચલાવતો હતો, જેમાં સગીર છોકરીઓનું જાતીય શોષણ કરવામાં આવતું હતું. આ છોકરીઓને વિશ્વના ઘણા રાજકીય નેતાઓ અને હાઈ પ્રોફાઈલ લોકો પાસે મોકલવામાં આવતી હતી

ન્‍યુયોર્ક તા.૧૮: આવતી કાલે યુએસ અને વૈશ્વિક રાજકારણમાં મોટી ઉથલપાથલનું નિર્માણ થઈ શકે છે, કારણ કે આ દિવસે યુએસના કુખ્‍યાત એપસ્‍ટીન સેક્‍સ ટ્રાફિકિગ કેસ સાથે જોડાયેલી ફાઈલ્‍સ જાહેર કરવામાં આવશે. વર્ષોથી આ કેસની તપાસ અંગેની ફાઈલ્‍સ ગુપ્ત રાખવામાં આવી હતી. યુએસ કોંગ્રેસ અને રાષ્ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રમ્‍પની મંજૂરી બાદ આ ફાઈલ્‍સ હવે જનતા સમક્ષ આવશે, જેમાં રાજકારણીઓ, હોલીવુડ સેલિબ્રિટીઝ અને ઉદ્યોગપતિઓના નામ સામેલ હોઈ શકે છે.

આરોપો મુજબ એપસ્‍ટીન અને તેની પ્રેમિકા ગીસ્‍લેન મેક્‍સવેલ સાથે મળીને આ સેક્‍સ નેટવર્કમાં ચલાવતો હતો, જેમાં સગીર છોકરીઓનું જાતીય શોષણ કરવામાં આવતું હતું. આ છોકરીઓને વિશ્વના ઘણા રાજકીય નેતાઓ અને હાઈ પ્રોફાઈલ લોકો પાસે મોકલવામાં આવતી હતી.

૧૯ ડિસેમ્‍બરના સંપૂર્ણ દસ્‍તાવેજો જાહેર થાય એ પહેલા ૧૨ ડિસેમ્‍બરના આ કેસ સાથે જોડાયેલ ૧૯ ફોટોગ્રાફસ જાહેર કરવામાં આવ્‍યા હતા, જેમાં ત્રણ ફોટોગ્રાફસમાં યુએસ રાષ્ટ્રપતિ ટ્રમ્‍પના દેખાય રહ્યા છે. અન્‍ય ફોટોગ્રાફસમાં યુએસ યુએસના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્‍લિન્‍ટન, માઈક્રોસોફટના સ્‍થાપક અને બિલિયોનેર બિલ ગેટ્‍સ પણ જોવા મળે છે.

આ ઉપરાંત ફોટોગ્રાફસમાં બ્રિટેનના રાજા ચાર્લ્‍સના રાજાના ભાઈ પ્રિન્‍સ એન્‍ડ્રુ, ટ્રમ્‍પના ભૂતપૂર્વ સલાહકાર સ્‍ટીવ બેનન, હાર્વર્ડ યુનિવર્સિટીના ભૂતપૂર્વ વડા લેરી સમર્સ, ફિલ્‍મ પ્રોડ્‍યુસર વુડી એલન, બિઝનેસ રિચાર્ડ બ્રેન્‍સન, એલન અને પ્રસિદ્ધ વકીલ ડેરશોવિટ્‍ઝ પણ જોવા મળે છે. સંપૂર્ણ દસ્‍તાવેજોમાં અન્‍ય સંખ્‍યાબંધ હાઈ પ્રોફાઈલ નામો અને ફોટોગ્રાફસ જાહેર થઇ શકે છે.

એપસ્‍ટીન ફાઈલ્‍સ જાહેર થાય એ પહેલા ભારતમાં પણ તેની ચર્ચા થઇ રહી છે. ભારતીય જનતા પાર્ટીના નેતા સુબ્રમણ્‍યમ સ્‍વામીએ દાવો કર્યો છે કે એપસ્‍ટીન ફાઈલ્‍સમાં ભારત સરકારન હાલના પ્રધાનો, ભૂતપૂર્વ પ્રધાનો અને વર્તમાન સાંસદોના નામ સામેલ હોઈ શકે છે. કોંગ્રેસના પ્રવક્‍તા પવન ખેડાએ પણ એક રિપોર્ટને ટાંકીને આરોપ લગાવ્‍યો હતો કે ભારતના પેટ્રોલિયમ પ્રધાન હરદીપ સિહ પુરીનું નામ પણ એપસ્‍ટીનના સંપર્કમાં રહેલા લોકોની યાદીમાં સામેલ છે.

ગયા મહિને ૧૯ નવેમ્‍બરના રોજ કોંગ્રેસના બંને ગૃહો હાઉસ ઓફ રિપ્રેઝન્‍ટેટિવ્‍સ અને સેનેટે એપસ્‍ટેઇન ડોક્‍યુમેન્‍ટ્‍સ ડિક્‍લાસિફિકેશન એક્‍ટને બહુમતીથી પસાર કર્યો હતો ત્‍યાર બાદ આ બિલને રાષ્ટ્રપતિ ટ્રમ્‍પ પાસે મોકલવામાં આવ્‍યું હતું, ટ્રમ્‍પે આ બિલ પર હસ્‍તાક્ષર કર્યા હતાં, ત્‍યાર બાદ આ ફાઈલ્‍સ જાહેર કરવાનો માર્ગ મોકળો બન્‍યો હતો.

કેટલાક લોકો એવા પણ સવાલ કરી રહ્યા છે કે ટ્રમ્‍પનું નામ આ ફાઈલમાં હોવા છતાં તેમણે આ બિલ પર હસ્‍તાક્ષર કેમ કર્યા? હકીકતે આ બિલ યુએસ કોંગ્રેસના બંને ગૃહોમાં ખૂબ મોટા માર્જિનથી પસાર થયું હતું. રિપ્રેઝન્‍ટેટિવ્‍સે આ બિલને ૪૨૭-૧ના માર્જિનથી મંજૂરી આપી હતી, સેનેટમાં પણ આ બિલ કોઈ પણ વિરોધમત વગર સર્વાનુમતે પસાર થયું થયું હતું, માટે ટ્રમ્‍પ પાસે હસ્‍તાક્ષર કરવા સિવાય કોઈ વિકલ્‍પ નહોતો.

જો ટ્રમ્‍પે વીટો વાપરીને આ બિલ પર હસ્‍તાક્ષર કરવાનો ઇનકાર કરી દીધો હોત તો પણ, યુએસ કોંગ્રેસ ટ્રમ્‍પના વીટો બે-તૃતીયાંશ બહુમતીથી રદ કરી શકતી હતી. આ કારણે ટ્રમ્‍પે આ બિલ પર ૧૯ નવેમ્‍બરના હસ્‍તાક્ષર કરવા પડ્‍યા.

નિયમ મુજબ યુએસના ડિપાર્ટમેન્‍ટ ઓફ જાસ્‍ટિસ (DOJ)ને એપસ્‍ટેઇન સાથે જોડાયેલી ફાઇલો ૩૦ દિવસમાં જાહેર કરવાની છે, આ સમયમર્યાદા ૧૮ ડિસેમ્‍બરના સમાપ્ત થાય છે અને ૧૯ ડિસેમ્‍બરના રોજ આ ફાઈલ્‍સ દુનિયા સમક્ષ આવશે.

આ દિવસે કેટલી ફાઈલ્‍સ જાહેર કરવામાં આવશે એ અંગે હજુ સ્‍પષ્ટતા કરવામાં આવી નથી, પરંતુ DOJએ જણાવ્‍યું છે તેની એપસ્‍ટીન કેસ સંબંધિત ડોક્‍યુમેન્‍ટ્‍સનો વિશાળ આર્કાઇવ છે, તાપસ દરમિયાન તૈયાર કરાયેલા લાખો પાનાંના દસ્‍તાવેજો, ઇમેઇલ્‍સ અને ફોટા જાહેર કરવામાં આવી શકે છે.

એપસ્‍ટીન કાળી કરતૂતોનો ભાંડો ૨૦૦૫ ફૂટ્‍યો હતો. ફલોરિડામાં એક ૧૪ વર્ષની સગીરાની માએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે તેની દીકરીને મસાજ આપવાના બહાને એપસ્‍ટીનના વૈભવી ઘર બોલાવીને તેનું જાતીય શોષણ કરવામાં આવ્‍યું હતું. પોલીસ તપાસ દરમિયાન, જાણવા મળ્‍યું કે ૫૦ સગીર છોકરીઓને આ જાળમાં ફસાવવામાં આવી છે.

તપાસમાં પોલીસના જાણવા મળ્‍યું કે ન્‍યૂ યોર્કના મેનહટન અને ફલોરિડાના પામ બીચમાં આવેલા એપ્‍સટાઇન લકઝરીયસ વિલામાં હાઇ-પ્રોફાઇલ પાર્ટીઓનું આયોજન કરવામાં આવતું હતું, જેમાં રાજકારણીઓ, ઉદ્યોગપતિઓ, અધિકારીઓ અને સેલિબ્રિટીઝને આમંત્રણ આપવામાં આવતું હતું. એપ્‍સટાઇન પૈસા અને ઘરેણાંની લાલચ આપીને સગીર વયની છોકરીઓને આવી પાર્ટીઓમાં લઈ આવતો હતો. ત્‍યાર બાદ ધમકી આપીને જાતીય સંબંધ બાંધવા માટે દબાણ કરતો હતો, જેમાં એપ્‍સટાઇનની ગર્લફ્રેન્‍ડ ઘિસ્‍લેન મેક્‍સવેલ તેની મદદ કરતી હતી.

(9:59 AM IST)