<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th December 2025

તિરુપતિ મંદિરમાં ઉદ્યોગપતિએ મુંડન માટે ૧.૨ કરોડની બ્‍લેડ દાનમાં આપી

રોજ લગભગ ૪૦ હજાર હાફ બ્‍લેડનો ઉપયોગ થાય છે અને દાનથી મંદિરની એક વર્ષની જરૂરિયાત પૂરી થઈ જશે

તિરુમાલા તા.૧૮: દુનિયાના સૌથી અમીર હિન્‍દુ મંદિર શ્રી વેંકટેશ્વર સ્‍વામી મંદિરના સંરક્ષક તિરુમાલા તિરુપતિ દેવસ્‍થાનમને એક ખાસ દાન મળ્‍યું છે. હૈદરાબાદના એક ઉદ્યોગપતિ બી શ્રીધરે મંદિરની મુંડન વિધિ માટે ૧ કરોડ ૨૦ લાખ રૂપિયાની હાફ બ્‍લેડ દાનમાં આપી છે.

ઉદ્યોગપતિ બી શ્રીધરને કલ્‍યાણકટ્ટોની વાર્ષિક જરૂરિયાતને પૂરી કરવા માટે મોટી માત્રામાં હાફ બ્‍લેડ દાનમાં આપી છે. જેની કિમત ૧.૨ કરોડ રૂપિયાની આસપાસ થાય છે.

હૈદરાબાદના એક ઉદ્યોગપતિ બી શ્રીધરે તિરુમાલા તિરુપતિ દેવસ્‍થાનમને ૧.૨ કરોડ રૂપિયાની હાફ બ્‍લેડ દાનમાં આપી છે. ટીટીડીના ચેરમેન બીઆર નાયડૂએ કહ્યું કે મંદિર સંસ્‍થા દર વર્ષે ભક્‍તોના વાળ મુંડાવવા માટે ઉપયોગમાં લેવાતી બ્‍લેડ પર લગભગ ૧.૧ કરોડ રૂપિયા ખર્ચ કરે છે. જે ભગવાનને વાળ અર્પણ કરે છે.

તેમણે આગળ કહ્યું કે, કલ્‍યાણકટ્ટોમાં રોજ લગભગ ૪૦ હજાર હાફ બ્‍લેડનો ઉપયોગ થાય છે અને શ્રીધરના દાનથી મંદિરની એક વર્ષની જરૂરિયાત પૂરી થઈ જશે.

આપને જણાવી દઈએ કે, તિરુમાલા તિરુપતિ દેવસ્‍થાન શ્રી વેંકટેશ્વર સ્‍વામી મંદિરના સત્તાવાર સંરક્ષક છે. જે વિશ્વના સૌથી ધનિક હિન્‍દુ મંદિર છે. આ મંદિરમાં દરરોજ હજારો ભક્‍તો પોતાની મનોકામના પૂરી થતાં વાળ દાન કરે છે, જેને મુંડન સેવા કહેવાય છે.

(10:04 AM IST)