<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th December 2025

ન્‍યૂજર્સીમાં આવેલા અક્ષરધામ મંદિર પર સફેદ બરફની ચાદર છવાઈ, સ્‍નો ફોલની મનમોહક તસવીરો વાયરલ

 

ભારતથી હજારો માઈલ દૂર હોવા છતાં બીએપીએસ સ્‍વામીનારાયણ મંદિર વિશ્વના સૌથી મોટા હિન્‍દુ મંદિરોમાંથી એક છે. અમેરિકાના ન્‍યૂ જર્સીમાં બનેલા આ મંદિરની સુંદર તસવીરો પહેલી બરફવર્ષા બાદ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે, જેને તમે અહીં જોઈ શકશો. આ વિશાળ મંદિર ૧૯મી સદીના હિન્‍દુ આધ્‍યાત્‍મિક ગુરુ ભગવાન સ્‍વામીનારાયણને સમર્પિત છે. પહેલી બરફવર્ષા બાદ આ મંદિરની સુંદરતા વધી ગઈ છે. તેને વિટર વંડરલેન્‍ડ પણ કહેવાય છે. ૨૦૧૫માં શરુ થયું હતું બાંધકામ- આ મંદિરનું બાંધકામ ૨૦૧૫માં શરુ થયું હતું અને તેનું ઉદ્ધાટન ૫ ઓક્‍ટોબર ૨૦૨૩ના રોજ મહંત સ્‍વામી મહારાજ દ્વારા કરવામાં આવ્‍યું હતું. ૧૮૩ એકરમાં ફેલાયેલું છે આ મંદિર- અક્ષરધામ મંદિર ૧૮૩ એકરમાં ફેલાયેલું છે અને તેમાં ૧૦,૦૦૦થી વધારે મૂર્તિઓ અને નકશી કામ કરેલું છે. મુખ્‍ય મંદિર ૧૮મી અને ૧૯મી સદીના ભગવાન સ્‍વામીનારાયણને સમર્પિત છે. દ્વાર પર ૪૯ ફુટ ઊંચી સ્‍વામીનારાયણની મૂર્તિ- કેમ્‍પસના પ્રવેશ દ્વાર પર ભગવાન સ્‍વામીનારાયણની ૪૯ ફુટ ઊંચી પ્રતિમા સ્‍થાપિત થયેલી છે, જેમાં એક યુવા યોગી તરીકે દર્શાવ્‍યા છે. કિશોરાવસ્‍થામાં નીલકંઠ વર્ણીના નામથી ઓળખાતા સ્‍વામીનારાયણ હિન્‍દુ પરંપરાના સંસ્‍થાપક હતા. કોણ કરે છે આ મંદિરની દેખરેખ- આ મંદિરનું બાંધકામ બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્‍વામીનારાયણ સંસ્‍થા નામની હિન્‍દુ ધાર્મિક અને સામાજિક સંગઠન દ્વારા કરવામાં આવ્‍યું હતું. જે ભારતના બે અક્ષરધામ મંદિર સહિત વિશ્વ સ્‍તર પર ૧૦૦૦થી વધારે મંદિરોના નેટવર્કની દેખરેખ રાખે છે.

(10:52 AM IST)