<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th December 2025

કેન્‍દ્રએ સ્‍વીકાર્યુ.. ૫૦૦૦થી વધુ સરકારી શાળાઓમાં શૂન્‍ય વિદ્યાર્થી

હાલ દેશમાં ૧.૪૪ લાખ શિક્ષકો એવી સરકારી શાળાઓમાં નિયુક્‍ત છે, જ્‍યાં ૧૦થી ઓછા વિદ્યાર્થીઓ છે અથવા જ્‍યાં એક પણ નામાંકન નથી

નવી દિલ્‍હી, તા.૧૮: કેન્‍દ્ર સરકારે સ્‍વીકાર્યું છે કે દેશમાં કુલ ૧૦.૧૩ લાખ સરકારી શાળાઓમાંથી ૫૧૪૯ શાળાઓ એવી છે જ્‍યાં એક પણ વિદ્યાર્થી દાખલ નથી, છતાં આ સંસ્‍થાઓમાં મોટી સંખ્‍યામાં શિક્ષકો કાર્યરત છે. સરકારી આંકડાઓ મુજબ શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન જેમ શાળાઓમાં એક પણ વિદ્યાર્થીનું નામાંકન થયું નથી, તેમાંના ૭૦ ટકાથી વધુ શાળાઓ તેલંગાણા અને પ?મિ બંગાળમાં આવેલી છે.

હાલ દેશમાં ૧.૪૪ લાખ શિક્ષકો એવી સરકારી શાળાઓમાં નિયુક્‍ત છે, જ્‍યાં ૧૦થી ઓછા વિદ્યાર્થીઓ છે અથવા જ્‍યાં એક પણ નામાંકન નથી. શિક્ષણ મંત્રાલય દ્વારા તાજેતરમાં સંસદમાં રજૂ કરાયેલા આંકડાઓથી આ માહિતી સામે આવી છે. સરકારે જણાવ્‍યું છે કે ૧૦થી ઓછા અથવા શૂન્‍ય નામાંકનવાળી શાળાઓની સંખ્‍યામાં નોંધપાત્ર વધારો થયો છે અને છેલ્લાં બે વર્ષમાં આવી સરકારી શાળાઓની સંખ્‍યામાં ૨૪ ટકાનો વધારો થયો છે. શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩માં આવી શાળાઓની સંખ્‍યા ૫૨,૩૦૯ હતી, જે ૨૦૨૪-૨૫માં વધીને ૬૫,૦૫૪ થઈ ગઈ છે.

સરકારે લોકસભાના સભ્‍યો કાર્તિ પી. ચિદમ્‍બરમ અને અમરિંદર સિંહ રાજા વડિંગના પ્રશ્‍નોના લેખિત ઉત્તરમાં જણાવ્‍યું કે આવી શાળાઓ હવે દેશની કુલ સરકારી શાળાઓના ૬.૪૨ ટકા જેટલી છે. તેલંગાણામાં લગભગ ૨૦૮૧ એવી શાળાઓ છે જ્‍યાં કોઈ પણ નામાંકન નથી, જ્‍યારે પヘમિ બંગાળમાં આવી શાળાઓની સંખ્‍યા ૧૫૭૧ છે.

તેલંગાણાના નલગોંડા જિલ્લામાં રાજ્‍ય અને દેશમાં સૌથી વધુ ૩૧૫ શૂન્‍ય નામાંકનવાળી શાળાઓ નોંધાઈ છે. મહબૂબાબાદમાં આવી ૧૬૭ અને વારંગલમાં ૧૩૫ શાળાઓ છે, જ્‍યાં નામાંકન શૂન્‍ય છે.આ આંકડાઓ ‘યુનિફાઇડ ડિસ્‍ટ્રિક્‍ટ ઇન્‍ફોર્મેશન સિસ્‍ટમ ફોર એજ્‍યુકેશન પ્‍લસમાંથી મેળવવામાં આવ્‍યા છે. પヘમિ બંગાળના કોલકાતામાં ૨૧૧ સરકારી શાળાઓ એવી છે જ્‍યાં કોઈ પણ નામાંકન નથી અને આ સંખ્‍યા દેશમાં બીજી સૌથી વધુ છે. પૂર્વ મેદિનીપુરમાં ૧૭૭ અને દક્ષિણ દિનાજપુરમાં ૧૪૭ એવી શાળાઓ છે જ્‍યાં નામાંકન શૂન્‍ય છે.

વિદ્યાર્થીઓની અછત હોવા છતાં આ સંસ્‍થાઓમાં મોટી સંખ્‍યામાં શિક્ષકો કાર્યરત છે. દેશમાં હાલમાં ૧.૪૪ લાખ શિક્ષકો એવી સરકારી શાળાઓમાં નિયુક્‍ત છે, જ્‍યાં ૧૦થી ઓછા વિદ્યાર્થીઓ છે અથવા જ્‍યાં એક પણ નામાંકન નથી. શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩માં આ સંખ્‍યા ૧.૨૬ લાખ હતી.

(3:23 PM IST)