ભારતીય સેના દ્વારા ઐતિહાસિક સીમાચિહ્ન: પ્રથમ વખત સ્પેશિયલ ટ્રેન દ્વારા કાશ્મીરની સરહદ પર તોપો અને ટેન્કો રવાના કરાયા

જમ્મુ: ઉધમપુર-શ્રીનગર-બારામુલ્લા રેલ લિંકનો વ્યૂહાત્મક ઉપયોગ. સેનાએ જમ્મુથી અનંતનાગ સુધી યુદ્ધ ટેન્કો અને ડોઝરો સફળતાપૂર્વક પહોંચાડ્યા.
ભારતીય સેનાએ પોતાની લોજિસ્ટિક ક્ષમતામાં એક મોટું સીમાચિહ્ન હાંસલ કર્યું છે. બુધવારે પ્રથમ વખત સેનાએ મિલિટ્રી સ્પેશિયલ ટ્રેન દ્વારા કાશ્મીર ઘાટીમાં એલઓસી પર તૈનાતી માટે યુદ્ધ ટેન્કો, તોપો અને ડોઝરો મોકલ્યા છે. આ પગલું ઉત્તરીય સરહદો પર ઓપરેશનલ સજ્જતા વધારવા માટે અત્યંત મહત્વનું માનવામાં આવે છે.
રેલ મંત્રાલયના સહયોગથી હાથ ધરાયેલી આ કવાયત હેઠળ, લશ્કરી સાધનોને જમ્મુ વિસ્તારથી અનંતનાગ સુધી સફળતાપૂર્વક લઈ જવામાં આવ્યા હતા. સેનાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ઉધમપુર-શ્રીનગર-બારામુલ્લા રેલ લિંક પ્રોજેક્ટના અમલીકરણથી હવે દુર્ગમ વિસ્તારોમાં ભારે શસ્ત્રાગાર પહોંચાડવું ઝડપી અને સરળ બન્યું છે.
વ્યૂહાત્મક મહત્વ: સીમાઓ પર ક્ષમતા વધારવાના ઉદ્દેશ્ય સાથે ૧૬ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ આ લોજિસ્ટિક પરિક્ષણ કરવામાં આવ્યું હતું. આ સફળતાથી ભારતીય સેના કોઈપણ કટોકટીના સમયે ખૂબ જ ઓછા સમયમાં સરહદ પર ભારે ટેન્કો અને શસ્ત્રો તૈનાત કરવામાં સક્ષમ બની છે, જે દેશની સુરક્ષા માટે એક મોટું પાસું છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
