<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th December 2025

પિતા સાથે ઝઘડો કરી પાકિસ્તાની યુવતીએ જીવના જોખમે સરહદ ઓળંગી: પૂંચ સેક્ટરમાંથી ભારતીય સેનાએ ઝડપી પાડી

જમ્મુ: પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરની (પીઓકે) ૩૫ વર્ષીય મહિલાએ પારિવારિક કંકાસમાં એલઓસી પાર કરી. સુરક્ષા એજન્સીઓ દ્વારા મહિલાના ભારત પ્રવેશ પાછળના અન્ય હેતુઓની સઘન તપાસ શરૂ.

 

ગુસ્સો માણસ પાસે કેવા જોખમી નિર્ણયો લેવડાવી શકે છે તેનો એક ચોંકાવનારો કિસ્સો જમ્મુના પૂંચ જિલ્લામાં સામે આવ્યો છે. પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરના કોટલી જિલ્લાના ગિમ્મા ગામની રહેવાસી ૩૫ વર્ષીય શહેનાઝ અખ્તર નામની મહિલાએ તેના પિતા (અબ્બાજાન) સાથે થયેલા ઉગ્ર ઝઘડા બાદ આવેશમાં આવીને કાંટાળી તારબંધી ઓળંગી ભારતીય સરહદમાં પ્રવેશ કર્યો હતો.

 

ભારતીય સેનાએ આ મહિલાને બાલાકોટ સેક્ટરના ડબ્બી ફોરવર્ડ વિસ્તારમાંથી અટકાયતમાં લીધી છે. પ્રાથમિક પૂછપરછમાં મહિલાએ ઘરકંકાસને કારણે સરહદ ઓળંગી હોવાનું જણાવ્યું છે, પરંતુ સુરક્ષા એજન્સીઓ આ બાબતને અત્યંત ગંભીરતાથી લઈ રહી છે. હાલમાં આ મહિલા સેનાની કસ્ટડીમાં છે અને ટૂંક સમયમાં તેને સ્થાનિક પોલીસને સોંપવામાં આવશે.

 

તાજેતરમાં જ બીએસએફના આઈજીએ પાકિસ્તાની વિસ્તારમાં આતંકવાદી લોન્ચ પેડ્સ સક્રિય થયા હોવાની આશંકા વ્યક્ત કરી હતી. ખાસ કરીને જેશ-એ-મોહમ્મદ જેવા સંગઠનો ઘૂસણખોરીની ફિરાકમાં છે ત્યારે આ પ્રકારની ઘટના બાદ એલઓસી પર સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવી દેવામાં આવી છે.

(6:11 PM IST)