ઈમરાન ખાનનું જેલમાં મોત? 3:12 PM
અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્ટ્રીય પ્રમુખ છેદીલાલ શર્માનું ભોપાલ ખાતે અવસાન થતા ગાર્ડ ઓફ ઓનર સાથે સલામી અપાઇ
દેશભરમાં વિશ્વકર્મા સમાજમાં ભારે શોક છવાયો: ગુજરાત પ્રદેશ અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભામાં ઘેરો શોક વ્યક્ત કરાયો :છેદીલાલ શર્મા 90 વર્ષની વય સુધી વિશ્વકર્મા સમાજની એકતા અને અખંડિતતા માટે લડતા રહ્યા: તા. 24 ને બુધવારે ઉત્તર પ્રદેશના ખુશીનગર ખાતે શ્રદ્ધાંજલિ સભા યોજાશે

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી:અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્ટ્રીય પ્રમુખ છેદીલાલ શર્મા નું ભોપાલ ખાતે અવસાન થતા ગાર્ડ ઓફ ઓનર સાથે સલામી અપાઇ હતી
અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભા ના રાષ્ટ્રીય પ્રમુખ તરીકે ઉત્તર પ્રદેશ ખુશી નગરના છેદીલાલ શર્મા સમગ્ર ભારત અને રાષ્ટ્રમાં વિશ્વકર્મા સમાજ એટલે કે લુહાર સુથાર કડિયા કંસારા કુંભાર સોની જ્ઞાતિને એક કરીને સમગ્ર વિશ્વની અંદર અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાની જવાબદારી સાથે નેતૃત્વ કરતા હતા અને વકતો વખત સરકારમાં સમાજને મળતા લાભો બાબતે અલગ અલગ રાજ્યમાં બેઠક અધિવેશન બોલાવીને રજૂઆત કરતા હતા છેલ્લે તારીખ 19 /20/ અને 21 ત્રણ દિવસીય ભોપાલ ખાતે અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભા નો રાષ્ટ્રીય અધિવેશન ગોઠવેલું હતું અને તેને સફળ બનાવવા માટે ભોપાલ ખાતે વ્યવસ્થા ના ભાગરૂપે હાજરી આપી હતી ત્યારે અચાનક જ ઠંડીને કારણે હાર્ટ એટેક આવી જતા ભોપાલ સરકારી હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન અવસાન થયું હતું
જે સમાચાર સમગ્ર દેશમાં દરેક રાજ્યોમાં અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના જવાબદારી નિભાવતા અધિકારીઓ સુધી પહોંચતા ભારે શોક છવાઈ ગયો હતો
આ સમયે અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના કાર્યકારી અધ્યક્ષ રામ પ્યારે વિશ્વકર્માજી તેમજ મનોહરજી વિશ્વકર્મા તાત્કાલિક પહોંચી ગયા હતા. આ સમયે છેદીલાલજી શર્માના સુપુત્રો સતીશકુમાર શર્મા બ્રિજેશ કુમાર શર્મા અરુણકુમાર શર્મા મહેન્દ્રકુમાર શર્મા વિગેરે વિશ્વકર્મા પરિવારના મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી અને તેમની અંતિમ વિધિ માટે ખુશીનગર ખાતે આવેલા તેમના નિવાસ્થાન ધૂન વલીયા લાલ ગુલ વાલિયા ખુશીનગર ખાતે પોલીસ દ્વારા ગાર્ડનો ઓનર આપી શ્રદ્ધાંજલિ સાથે અંતિમ વિધિ કરવામાં આવી હતી
આ સમયે અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્ટ્રીય કક્ષાના અધિકારી રામ પ્યારે વિશ્વકર્મા મનોહર વિશ્વકર્મા દિનેશભાઈ શર્મા મુંબઈ રવિ વિશ્વકર્મા ચંદન વિશ્વકર્મા દિલીપ કુમાર સોની એમ એમ શર્મા નાગપુર તેમજ ગુજરાતમાંથી પ્રેલેશકુમાર સિધ્ધપુરા રમેશભાઈ વાઘેલા ભુજ દુર્લભજીભાઈ મકવાણા માંડવી કચ્છ કિશોરભાઈ રાઠોડ ધોરાજી બાબુભાઈ કાતરવાલા સુરત રાજુભાઈ પિત્રોડા ગોંડલ જેપી રાઠોડ જસદણ શાંતિલાલ ગોહિલ મજેવડી વગેરે ગુજરાતના પણ હોદ્દેદારોએ દુખદ ઘટના સાંભળીને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા
અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ રામ પ્યારે વિશ્વકર્મા તેમજ રાષ્ટ્રીય મંત્રી રવિ વિશ્વકર્માએ જણાવેલ કે તારીખ 24 ને બુધવારના રોજ ઉત્તર પ્રદેશના ખુશી નગર જિલ્લાના ધુનવ લીયા લાલ ગુંલ વાલિયા ખાતે રાષ્ટ્રીય શોક સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરાશે
જેમાં દેશભરમાંથી અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્ટ્રીય તેમજ પ્રદેશના આગેવાનો ઉપસ્થિત રહેશે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
