ઈમરાન ખાનનું જેલમાં મોત? 3:12 PM
બિહાર હિજાબ ઘટનાના પ્રત્યાઘાતો ધોરાજીમાં પડ્યા
ધોરાજી ખાતે બિહારના મુખ્ય મંત્રીના પૂતળાનું ત્રણ દરવાજા ખાતે દહન કરાયું: ધોરાજી પૂતળા દહન કરનાર કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત

ધોરાજી:- તાજેતરમાં બિહારના મુખ્યમંત્રી નીતિશકુમાર દ્વારા પદવી એનાયત કાર્યક્રમમાં હિજાબ બાબતે વિવાદ સર્જાતા તેના પ્રત્યાઘાતો ધોરાજી શહેર સુધી પડ્યા હતા.
ધોરાજી શહેરના યુવા મુસ્લિમ આગ્રાની અને આમ આદમી પાર્ટી ના હોદ્દેદાર સલીમ મોગલ અને યુવાનોની ટીમ દ્વારા હિજાબ ઘટનાને લઇ ધોરાજીના ત્રણ દરવાજા ખાતે નીતિશકુમારના પૂતળાનું દહન કરી નીતીશકુમાર મુખ્યમંત્રીના પદ પરથી રાજીનામું આપી અને માફી માંગે તેવી માગણી સાથે સૂત્રોચારો કરવામાં આવ્યા હતા.
આ મામલે યુવા મુસ્લિમ અગ્રણી સલીમ મોગલ એ મીડિયા સાથે વાતચીત કરતા જણાવેલ કે તાજેતરમાં પદવી એનાયત કાર્યક્રમમાં બિહારના મુખ્યમંત્રી નીતિશકુમાર દ્વારા પદવીદાન સમારોહ કાર્યક્રમમાં એક ડોક્ટર યુવતી નો હિજાબ ખેંચવાનો પ્રયત્ન થયેલ જે અત્યંત નિંદનીય છે આ મામલે મુસ્લિમ સમાજમાં ઘેરો રોષ છવાયો છે ત્યારે આજે નીતીશ કુમારના પૂતળાનું દહન કરી અમે અમારો રોષ વ્યક્ત કર્યો છે તેમ જ તેઓ બિહારના મુખ્યમંત્રી તરીકે રાજીનામું આપી આ ઘટના મામલે માફી માગે તેવી માગણી વ્યક્ત કરી હતી.
આ ઘટનાને લઇ તાત્કાલિક ધોરાજી પોલીસે ધોરાજીના ત્રણ દરવાજા ખાતે આવી પોતાના દહન કરનાર યુવા કાર્યકરોની અટકાયત કરી હતી.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
