News of Friday, 19th December 2025
દેશની સરહદો વધુ સુરક્ષિત: ભારત-પાકિસ્તાન બોર્ડર પર ૯૩ ટકા અને બાંગ્લાદેશ બોર્ડર પર ૭૯ ટકા ફેન્સીંગ પૂર્ણ
આ પગલાંથી ઘૂસણખોરી અને દાણચોરી રોકવામાં મોટી મદદ મળશે.

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે સંસદમાં દેશની સરહદી સુરક્ષા અંગે મહત્વની માહિતી આપી છે. સરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચેની સરહદ પર ૯૩ ટકા જેટલી ફેન્સીંગ (વાડ) લગાવવાનું કામ પૂર્ણ થઈ ગયું છે.
બીજી તરફ, ભારત અને બાંગ્લાદેશ સરહદ પર પણ ઝડપથી કામ ચાલી રહ્યું છે, જ્યાં અત્યાર સુધીમાં ૩૨૩૯.૯૨ કિલોમીટર એટલે કે લગભગ ૭૯ ટકા વિસ્તારમાં ફેન્સીંગનું કામ પૂરું કરી દેવામાં આવ્યું છે. આ પગલાંથી ઘૂસણખોરી અને દાણચોરી રોકવામાં મોટી મદદ મળશે.
(12:01 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
