News of Friday, 19th December 2025
પ્રદૂષણ સામે લાલ આંખ: દિલ્હી-એનસીઆરમાં ૧૦ વર્ષ જૂના ડીઝલ અને ૧૫ વર્ષ જૂના પેટ્રોલ વાહનો પર પ્રતિબંધ ફરી લાગુ
વાહનો બીએસ-૪ માપદંડ કરતા નીચેના છે, તેમના પર આ પ્રતિબંધ કડક રીતે અમલમાં આવશે.

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે રાજધાની દિલ્હી અને એનસીઆર વિસ્તારમાં વધતા પ્રદૂષણને ધ્યાનમાં રાખીને મહત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે ૧૦ વર્ષથી જૂના ડીઝલ વાહનો અને ૧૫ વર્ષથી જૂના પેટ્રોલ વાહનો પરનો પ્રતિબંધ ફરીથી લાગુ કર્યો છે. ખાસ કરીને જે વાહનો બીએસ-૪ માપદંડ કરતા નીચેના છે, તેમના પર આ પ્રતિબંધ કડક રીતે અમલમાં આવશે.
કોર્ટના આ નિર્ણયથી જૂના વાહન ચાલકો પર મોટી અસર પડશે, પરંતુ પર્યાવરણની સુરક્ષા માટે આ પગલું અનિવાર્ય ગણવામાં આવી રહ્યું છે.
(12:06 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
