હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
બાંગ્લાદેશમાં આક્રોશની આંધી: લાલ શબપેટીમાં હાદીનો મૃતદેહ ઢાકા પહોંચતા જ સમર્થકોનું કરૂણ આક્રંદ!
વિદ્યાર્થી નેતા ઉસ્માન હાદીના અંતિમ દર્શનમાં ઉમટેલી મેદનીએ યુનુસ સરકારની ઉંઘ ઉડાવી: એરપોર્ટ પર છાવણીમાં ફેરવાયેલી સુરક્ષા વચ્ચે પણ આતંકવાદી તત્વોની ભીડ બેકાબૂ : દેશમાં કટોકટી જેવો માહોલ

ઢાકા: બાંગ્લાદેશના આકાશમાં આજે શોક અને વિસ્ફોટક ગુસ્સાનું વાદળ છવાયેલું જોવા મળ્યું હતું. વિદ્યાર્થી નેતા ઉસ્માન હાદીનો નિષ્પ્રાણ દેહ જ્યારે લાલ શબપેટીમાં બંધ થઈને ઢાકા એરપોર્ટ પર ઉતારવામાં આવ્યો, ત્યારે હજારોની મેદનીના કરુણ આક્રંદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. લાલ શબપેટી માત્ર એક શબવાહિની નહીં, પરંતુ બાંગ્લાદેશમાં ફાટી નીકળેલા ક્રાંતિ અને સંઘર્ષના રક્તરંજિત પ્રતીક સમાન લાગતી હતી. એરપોર્ટ પર સુરક્ષાના ચુસ્ત બંદોબસ્ત હોવા છતાં, હાદીના સમર્થકો અને ઉશ્કેરાયેલા ટોળાએ તમામ મર્યાદાઓ ઓળંગી દીધી હતી. લોકોની આંખમાં આંસુ હતા, પણ હૃદયમાં તેવો જ જ્વલંત રોષ હતો જે આવનારા દિવસોમાં બાંગ્લાદેશને ભયાનક અશાંતિ તરફ ધકેલી શકે છે.
મોહમ્મદ યુનુસની વચગાળાની સરકારે ભલે ઉસ્માન હાદીને 'શહીદ' જાહેર કરીને લોકભાવના જીતવાનો પ્રયાસ કર્યો હોય, પરંતુ જમીની હકીકત કંઈક અલગ જ છે. યુનુસ હાદીને સન્માન તો આપી રહ્યા છે, પણ દેશમાં વધી રહેલી આતંકવાદી પ્રવૃત્તિઓ અને બેફામ બનેલા કટ્ટરપંથી તત્વોને કાબૂમાં લેવામાં તેઓ સદંતર નિષ્ફળ નીવડ્યા છે. ઢાકા એરપોર્ટથી લઈને શહેરના મુખ્ય ચોકો સુધી અત્યારે આતંકવાદી સંગઠનોના સ્લીપર સેલ્સ અને કટ્ટરપંથીઓનું એક મોજું આગળ વધી રહ્યું છે. આ ભીડનો હેતુ માત્ર શોક વ્યક્ત કરવાનો નથી, પરંતુ આ સ્થિતિનો લાભ લઈને દેશના લોકશાહી માળખાને વધુ નબળું પાડવાનો અને અરાજકતા ફેલાવવાનો હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.
બાંગ્લાદેશના સંરક્ષણ નિષ્ણાતો માને છે કે ઉસ્માન હાદીના મૃતદેહનું આગમન એ દેશ માટે 'ટિપિંગ પોઈન્ટ' સાબિત થઈ શકે છે. હાદીની હત્યા બાદ જે રીતે આતંકવાદી તત્વો જાહેરમાં હથિયારો સાથે જોવા મળી રહ્યા છે, તેનાથી સામાન્ય નાગરિકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. યુનુસ સરકાર અત્યારે કાચના ઘર જેવી પરિસ્થિતિમાં છે; જો તેઓ આતંકવાદીઓ સામે કડક કાર્યવાહી કરે છે તો જનતાનો રોષ વધે તેમ છે, અને જો ઢીલું વલણ રાખે છે તો સૈન્ય હસ્તક્ષેપની શક્યતા વધી જાય છે. ઢાકાની શેરીઓ અત્યારે લાલ શબપેટીના રંગની જેમ લોહીથી ખરડાય તેવી ભીતિ સેવાઈ રહી છે, જેની સીધી અસર દક્ષિણ એશિયાના રાજકીય સમીકરણો પર પડશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
