તા. ૧૫ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૪ મંગળવાર
WHO ગ્લોબલ સમિટ: પીએમ મોદીએ દિલ્હીમાં દક્ષિણ-પૂર્વ એશિયાના નવા રિજનલ હેલ્થ સેન્ટરનં્ કર્યું લોકાર્પણ; 'યોગ'ને ગણાવ્યો વિશ્વમાં સામંજસ્યનો માર્ગ
"175થી વધુ દેશોએ યોગને સ્વીકારીને ભારતની શક્તિને સ્વીકારી છે" - વડાપ્રધાન મોદી; પીએમ યોગ એવોર્ડ્સથી મહાનુભાવોનું કરાયું બહુમાન, પરંપરાગત દવાઓ માટે વૈશ્વિક સહયોગ પર ભાર

નવી દિલ્હી : નવી દિલ્હીના પ્રતિષ્ઠિત ભારત મંડપમ ખાતે વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) દ્વારા આયોજિત પરંપરાગત ચિકિત્સા પરની વૈશ્વિક પરિષદના સમાપન પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ડબ્લ્યુએચઓના મહાનિદેશક ડૉ. ટેડ્રોસ ઘેબ્રેયેસસ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઐતિહાસિક અવસરે પીએમ મોદીએ દિલ્હીમાં સ્થિત 'ડબ્લ્યુએચઓ-સાઉથ ઈસ્ટ એશિયા' (WHO-SEARO) ના નવા ક્ષેત્રીય ઓફિસ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન પણ કર્યું હતું. આ ઓફિસ દક્ષિણ-પૂર્વ એશિયાના દેશો વચ્ચે આરોગ્ય ક્ષેત્રે સહયોગ વધારવામાં મોટી ભૂમિકા ભજવશે.
યોગ: વૈશ્વિક શાંતિ અને સ્વાસ્થ્યનું સાધન
સમિટને સંબોધતા પીએમ મોદીએ જણાવ્યું કે ભારતનો દૃષ્ટિકોણ હંમેશા 'વસુધૈવ કુટુંબકમ' રહ્યો છે. તેમણે ઉમેર્યું કે, "ભારતના પ્રયાસો અને 175 થી વધુ દેશોના સમર્થનને કારણે જ સંયુક્ત રાષ્ટ્રે 21 જૂનને 'આંતરરાષ્ટ્રીય યોગ દિવસ' તરીકે જાહેર કર્યો છે. આજે યોગ માત્ર શારીરિક કસરત નથી, પરંતુ તે વિશ્વમાં આરોગ્ય, સમતુલા અને સામંજસ્ય સ્થાપિત કરવાનો એક સચોટ માર્ગ બની ગયો છે."
પીએમ યોગ એવોર્ડ્સનું વિતરણ
આ કાર્યક્રમ દરમિયાન વર્ષ 2021 થી 2025 સુધીના 'પીએમ યોગ એવોર્ડ' ના વિજેતાઓને પીએમ મોદીના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પુરસ્કારો એવા વ્યક્તિઓ અને સંસ્થાઓને આપવામાં આવ્યા છે જેમણે વિશ્વભરમાં યોગનો પ્રચાર-પ્રસાર કરવામાં અને માનવ જીવનની ગુણવત્તા સુધારવામાં ઉત્કૃષ્ટ ફાળો આપ્યો છે. વડાપ્રધાને ભારપૂર્વક કહ્યું કે પરંપરાગત ચિકિત્સા અને આધુનિક વિજ્ઞાનનો સમન્વય જ ભવિષ્યના સ્વાસ્થ્ય પડકારોનો સામનો કરવાની ચાવી છે.
ગ્લોબલ હેલ્થમાં ભારતનું વધતું કદ
પરિષદના સમાપન પર ડૉ. ટેડ્રોસે પણ ભારતની આયુષ મંત્રાલયની કામગીરી અને પરંપરાગત દવાઓને વૈજ્ઞાનિક માળખું આપવાના પ્રયાસોની પ્રશંસા કરી હતી. દિલ્હીમાં ખુલેલું નવું WHO સેન્ટર હવે ભારતના આયુર્વેદિક જ્ઞાનને વૈશ્વિક સ્તરે માન્યતા અપાવવા માટે એક મજબૂત સેતુ તરીકે કામ કરશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
